<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

બગસરા નગરપાલિકાનું બહુમતીથી ૫ કરોડ ૪૧ લાખની પુરાંતવાળું બજેટ

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા.૬:  બગસરા નગરપાલિકામાં ચીફ ઓફિસર તેમજ પ્રમુખ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્‍યું હતું. જેને બહુમતીએ મંજૂરી મળી હતી. ૪૮ કરોડ ૩૫ લાખનું બજેટ રજૂ કરવામાં આવ્‍યું હતું. સાથે સાથે ૪૨ કરોડ ૯૩ લાખના ખર્ચના અંદાજ સાથે ૫ કરોડ ૪૧ લાખ  પૂરાંત સાથે બજેટ બહુમતીએ મંજૂર થયું હતું. આ બેઠકમાં ઉપસ્‍થિત ૨૫ સભ્‍યોમાંથી બજેટના તરફેણમાં ૨૦ તથા વિરુદ્ધમાં ૫ મતો પડતા બજેટ બહુમતીએ મંજૂર કરવામાં આવ્‍યું હતું. બેઠકમાં ૩ સભ્‍યો ગેરહાજર જણાયા હતા. બજેટ બાબતે પાલિકા પ્રમુખ જ્‍યોત્‍સનાબેન રીબડીયાના જણાવ્‍યા અનુસાર શહેર માટે વધુને વધુ વિકાસના કાર્યો થઈ શકે તે રીતે બજેટ તૈયાર કરેલ છે તેમજ  લાઇબ્રેરીના નિર્માણનો નિર્ણય લેવામાં આવેલ છે. જેથી ભવિષ્‍યમાં વિદ્યાર્થીઓ તથા વાંચનના રસિકોને વાંચવા માટે ઉત્તમ સગવડ મળી રહેશે. આ બેઠકમાં શહેરમાં જમીન અને મકાનની મિલકતોની નવેસરથી આકારણી કરવા તેમજ  જિલ્લા આયોજન મંડળની ૧૫% વિવેકાધીન  ગ્રાન્‍ટ ના વપરાશ અંગે પણ નિર્ણયો લેવામાં આવ્‍યા હતા.

(11:53 AM IST)