<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

પોરબંદરની બિરલા ફેક્ટરી પાસે બાવળ જંગલમાં ભીષણ આગ ભભૂકી :3 કી.મી. વિસ્તારમાં આગ ફેલાઈ: આગને કાબુમાં લેવા કોસ્ટગાર્ડ અને નેવીની મદદ લેવાઈ :જુઓ વિડીયો

ધોરાજીથી પણ ફાયર ટીમ પહોંચી : રાત્રે પણ આગ યથાવત :બિરલા સ્કૂલ નજીક આગ પ્રસરતા સ્કૂલના જરૂરી દસ્તાવેજો બહાર કાઢ્યા તેમજ મકાનોની અંદર રહેલા બાટલાઓ બહાર કાઢવામાં આવયા

પોરબંદરના બિરલા ફેક્ટરી વિસ્તારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે આજે બપોરથી સમગ્ર વિસ્તારમાં ભયંકર આગથી અફરાતફરી જેવો માહોલ સર્જાયો છે .બિરલા કપનીના રહેણાંક વિસ્તાર સુધી આગ પહોંચી છે
બાવળા જંગલમાં લાગેલી આગ બિરલા ફેક્ટરીના રહેણાંક વિસ્તારમાં પહોંચી છે  બિરલા કોલોની અંદર બિરલા સ્કૂલ પણ આગની ઝપટે ચડી છે  સ્કૂલ નજીક બાવળના જંગલમાં ત્રણ કીમી વિસ્તારમાં ભીષણ આગ પ્રસરી છે
સ્કૂલના જરૂરી દસ્તાવેજો બહાર કાઢવામાં આવ્યા તેમજ મકાનો ની અંદર રહેલા બાટલાઓ બહાર કાઢવામાં આવયા છે
પોરબંદરની ટીમ દ્વારા આગ બુઝાવા ના પ્રયત્નો પરંતુ આગ વિકરાળ હોવાથી રહેણાંક વિસ્તારમાં આગ પહોંચી છે
હાલ આ આગ કાબુમાં ન આવતા કોસ્ટ ગાર્ડ  નેવી ની મદદ લેવામાં આવી આ ઉપરાંત ધોરાજી થી પણ ફાયર ની ટીમ બોલવાવવામાં આવી છૅ



 

(8:26 PM IST)