<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

દેવભૂમી દ્વારકા જીલ્લાના માછીમારોને ચક્રવાતી હવામાનની સંભાવનાના કારણે દરિયો ન ખેડવા સલાહ

 

(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા, તા. પઃ દેવભૂમી દ્વારકા જિલ્લાના તમામ માછીમારો માટે મહત્‍વપુર્ણ સૂચના આપવામાં આવી છે કે ચક્રવાતી હવામાનની  સંભાવનાને ધ્‍યાને રાખી તેઓને ૦૮-૦૩-ર૦રપ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્‍યું છે.

પવનની ગતિ પ૦ કિ.મી./કલાક થી વધીને પપ કિ.મી./કલાક રહેશે. આ સુચના સહાયક ડિરેકટર ઓફ ફિશરીઝ (ઓખા) દ્વારા આપવામાં આવી છે.

(4:43 PM IST)