તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
પોરબંદરના વિદ્યાપુરૂષ ડો.વિરમભાઇ ગોઢાણિયાનો કાલે ૮૫મો જન્મદિનઃ મહિલા કોલેજ ખાતે વિવિધ કાર્યક્રમો
ગોઢાણિયા શૈક્ષણિક સંકુલના સ્થાપક ડો.વિરમભાઇના જન્મદિને કોલેજની વેબસાઇટમાં બાજાર ડોટકોમ, રિસર્ચ ઇન પ્રેકટિસ પ્રકલ્પોનું લોચિંગ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૫: ગોઢાણિયા શૈક્ષણિક સંકુલના સ્થાપક, શિક્ષણપ્રેમી, દાતા ડો.વિરમભાઇ ગોઢાણીયાનો આવતીકાલે તા.૬ ગુરુવારના રોજ ૮૫મા જન્મદિવસ ઉજવણીનું શૈક્ષણિક સંકુલ અને ગોઢાણીયા મહિલા કોલેજ દ્વારા સવારે ૧૦-૦૦ કલાકે મહિલા કોલેજના શ્રી ભરત મુનિ રંગ મંચ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
ડો.વિરમભાઇના જન્મદિને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મહિલા કોલેજ દ્વારા આર્ટિફિસીયલ ઇન્ટેલીજન્સ (કળતિમ બુદ્ધિ)ના ૨૧મી સદીના આધુનિક યુગમાં રાષ્ટીય શિક્ષણ નીતિ સંદર્ભે છેલ્લા છત્રીસ વર્ષથી ભણાવવાંમાં આવતી જૂની પદ્ધતિ ની જગ્યાએ નૂતન શિક્ષણ પદ્ધતિમાં બદલાવ લેવા માટે લાખો રૂપિયાના ખર્ચે નવનિર્મિત ‘ર્કોડિંગ લેબ, ગોઢણીયા મહિલા કોલેજ વેબસાઈટમાં બાજાર. ડોટકોમ, રિસર્ચ ઈન પ્રેક્ટિસ પ્રકલ્પો' ખુલ્લા મુકાશે.
ગૂજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની તમામ કોલેજમાં યુ. જી.સી, સ્તરની શૈક્ષણિક વર્ષે ૨૦૨૦ ૨૪ થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ની શરૂઆત કાર કરવામાં આવેલ છે. આ ‘મલ્ટી પલ એન્ટ્રી એકઝીટ' ધરાવતા યુ. જી. સી લેવલના કોલેજના અભ્યાસ ક્રમ ત્રણ વર્ષમાંથી ચાર વર્ષનો થશે આથી આગતરું આયોજન કરવાનાં ભાગરૂપે યુનિવર્સિટી દ્વારા અત્યારથી જ આ સુધારા આવતા વર્ષે રાષ્ટીય શિક્ષણ નીતિ -૨૦૨૦ના સંદર્ભે તળતીય વર્ષેના વિદ્યાર્થીઓને ઇન્ટર્નર્નશિપ કરવાનું થશે તેજ રીતે શૈક્ષણિક વર્ષે -૨૦૨૬-૨૭ માં યુ.જી.સી માટે સૌપ્રથમ ચોથા વર્ષનો પ્રારંભ થશે ત્યારે ગોઢાણીયા મહિલા કોલેજ દ્વારા આર્ટિફિસીયલ ઇન્ટેલીજન્સ (કળત્રિમ બુદ્ધિ)ના ૨૧મી સદીના આધુનિક યુગમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સઁદર્ભે છેલ્લા છત્રીસ વર્ષથી ભણાવવાં આવતી જૂની પદ્ધતિની જગ્યાએ નૂતન શિક્ષણ પદ્ધતિમાં બદલાવ લાવવા માટે આઠ લાખના ખર્ચે અત્યન્ત આધુનિક આ ડિર્કોડિંગ લેબ, ગોઢાણીયા મહિલા કોલેજ વેબસાઈટમાં બાજાર. ડોટકોમ ,અને રિસર્ચ ઈન પ્રેક્ટિસ પ્રકલ્પોનું ડો. વિરમભાઈ ગોઢાણીયાના જન્મદિન ઉજવણી નિમિતે ખુલ્લા મુકાશે. શિક્ષણપ્રેમી ડો, વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયા કેન્યાના હિન્દુ કાઉન્સિલ સભાના સદસ્ય, કેન્યાની શાળા મહાશાલાનાં સ્કૂલ ઓફ ગવરન્સ, યુ.કે.મા ગોઢાણીયા ફાઉન્ડેશનનાં સ્થાપક, મહેર સુપ્રિમ કાઉન્સિલના સ્થાપક અને પૂર્વ. પ્રમુખ, જેવા હોદાઓ સાંભળ્યા છે. સાંદીપનિ વિદ્યાનિકેતનના પ્રણેતા, રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા ‘રાજર્ષિ એવોર્ડ' થી નવાજવામાં આવેલ છે. નાની ઉમરે વિદેશમાં સ્થાયી થઈને વતનમાં શિક્ષણ સંસ્થાનાં માધ્યમથી શ્રેષ્ઠ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે, શહેરની મધ્યમાં ગોઢાણીયા શૈક્ષણિક સંકુલમા કેજી થી પીજી સુધીની સુવિધા પુરી પાડી છે અદ્યતન સુવિધા સાથેની સિવિલ, મિકેનિકલ કમ્પ્યુટર અને કેમિકલ ડિપ્લોમા ડિગ્રી કોર્સ સાથે બી સી એ. એમ એસ સી આઈ ટી, એમ. બી. એ. અભ્યાસ ક્રમની ગોઢાણીયા એન્જિનિયરિંગ કોલેજ ઓફ ઇન્સ્ટિટયૂટ ઈન આઈ. ટી કોલેજની શ્રેષ્ઠ સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ કરાવી છે. આથી બહારગામ જતા છાત્રો માટે અત્યાધુનિક શ્રેષ્ઠ સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ કરાવી છે હજુ સ્કિલ ડેવલોપમેન્ટના અભ્યાસકર્મો ચાલુ કરવાની ટ્રસ્ટ નેમ ધરાવે છે સને ૧૯૯૦ માં સંકુલના નિર્માણમાં થયેલ શ્રી મદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ડો. વિરમભાઈને ‘ધર્મરત્ન' અને ‘નગરરત્ન એવોર્ડ' થી નવાજ્યા હતાં, પોરબંદર રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સને ૧૯૯૦માં શિક્ષણપ્રત્યે અનુદાન અને સેવા બદલ ‘હુશેન ચાચા રોટરી' એવોર્ડ એનાયત કરાયો હતો. તેજ રીતે શિક્ષણ ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન બદલ અને શિક્ષણપ્રત્યે પ્રતિબંધતાના કારણે ૨૦૦૬ માં ગુજરાત સ્થાપના દિને ગૂજરાત સરકાર દ્વારા ‘‘વિશિષ્ટ વ્યક્તિ તરીકે ગૌરવ એવોર્ડ''થી સન્માનિત કરાયા હતાં.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
