તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
માળીયા મીયાણાના પડતર પ્રશ્નો અને કચેરીના સ્થળાંતર મુદે ઉપવાસ આંદોલન સમેટાયું
મામલતદારે તમામ પ્રશ્નો હલ કરવાની ખાત્રી આપતા સામાજીક કાર્યકર ઝુલ્ફીકાર સંઘવાણીના પારણા

(રજાક બુખારી દ્વારા) માળીયા મીયાણા તા.પઃ માળીયામિંયાણા શહેરના પ્રાણ પ્રશ્નોલઈને સામાજિક કાર્યકર ઝુલ્ફીકારભાઈ સંધવાણી ૨૪ ફેબ્રુઆરીથી આમરણાંત ઉપવાસ પર ઉતરીને માળીયા શહેરને થતાં અન્યાય મામલે સામાજિક કાર્યકરે ઉપવાસ આંદોલન છેડ્યું હતું પરંતુ તબિયત લથડતા તંત્રને નમતું જોખવુ પડ્યું હતું અને માંગ સ્વીકારતા તમામ પ્રશ્નો લઈને લેખિતમાં ખાતરી આપતા જુલ્ફીકારભાઈ સંધવાણીએ પારણા કરી લેતા ઉપવાસનો સુખદ અંત આવ્યો છે માળીયાના સામાજિક કાર્યકર ઝુલ્ફીકારભાઈ સંધવાણીએ માળીયા શહેરના સ્થાનિક પાંચ પ્રશ્નો લઈને આંદોલન શરૂ કર્યું હતુ જેમાં માળીયા બસ સ્ટેશનનું નવ નિર્માણ કરવુ ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર ફરી શરૂ કરવુ રેફરલ હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર બનાવવું અને ખાલી જગ્યાઓ ભરવી મામલતદાર કચેરીનું નવ નિર્માણ કરવું અને રેલવે સ્ટેશન પર ટ્રેનોને સ્ટોપેજ આપવા સહીતના પડતર પ્રશ્નો લઇને આમરણાંત ઉપવાસ શરૂ કરાયા હતા જેથી આજરોજ માળીયા મામલતદાર દ્વારા તમામ માગણીઓ પૂરી કરવાની લેખિતમાં ખાતરી આપતા તેમણે પારણા કરીને આમરણાંત ઉપવાસ પૂર્ણ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છેકે નવ દિવસ જેટલા ચાલેલા ઉપવાસ આંદોલનમાં પાંચ જિલ્લાના મિંયાણા સમાજના આગેવાનો માળીયાના સ્થાનીક લોકો અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનોએ આંદોલનને સમર્થન આપ્યું હતું જેનો ઉપવાસી ઝુલ્ફીકાર સંધવાણીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. (૩પ.૩)
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
