News of Monday, 3rd March 2025
તાલાલા ગીર ખાતે મકરાણી બલોચ સમાજના નવા પ્લોટમાં હોલ અને વિધાર્થી સંકુલનુ ઉદઘાટન

તાલાલા : ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીર ખાતે મકરાણી બલોચ સમાજના નવા પ્લોટમાં હોલ અને વિધાર્થી સંકુલના ઉદ્ઘાટન સમારોહનુ આયોજન કરવામા આવેલ. આ સમારોહના મુખ્ય મહેમાન ભૂતપૂર્વ કેબિનેટ કાયદા અને મહેસૂલ મંત્રી હાજી મહંમદહુસેન બલોચ, અખિલ ગુજરાત બલોચ સમાજના પ્રમુખ અને પાલીતાણાના પૂર્વ નગરપતિ ડો.હાજી હૈયાતખાન બલોચ તથા ગુજરાત સરકારના પૂર્વ નિયામક હાજી યાસીનખાન બલોચ, ગુજરાત બલોચ મકરાણી યુવા સમાજના પ્રમુખ રસીદખાન મકરાણી, વાંકાનેર પંચાયતના પૂર્વ પ્રમુખ હાજી ગુલમહમદખાન બલોચ, ગુજરાત હજજ કમિટી ના ડાયરેકટર નાસીરખાન બલોચ, હાજી ગફારભાઇ કુરેશી, સમાજના પ્રવકતા પરવેજખાન મકરાણી, રીટા.પી.આઇ વજીરભાઇ બલોચ, ગડુ બલોચ સમાજ ઉઘોગપતી મહમદખાં બલોચ, નિવૃત બેન્ક ઓફીસર મહેરાબખાન બલોચ, યુવા અગ્રણી ફીરોજભાઇ બલોચ કલોલ, સલીમભાઇ મકરાણી પંચમહાલ, તાલાલા પૂર્વ નગરપતિ અમીતભાઇ ઉનડકર, અર્શદભાઈ બલોચ, ઇમરાનખાન બલોચ, બુઢણાના પૂર્વ ઉપસરપંચ ઇસુબખાન બલોચ સમગ્ર ગુજરાતમાથી પઘારેલ બલોચ સમાજના ભાઇઓ ગીર સોમનાથના દરેક તાલુકાના મકરાણી બલોચ સમાજના પ્રમુખશ્રી આ આયોજનના આયોજક બોદુભાઇ મકરાણી, ફીરોજભાઇ મકરાણી, રજાકભાઇ મકરાણી, ઈમ્તિયાઝભાઇ બલોચ, વકીલભાઈ બલોચે પ્રોગામને સફળ બનાવવા સારી જહેમત ઉઠાવેલ. જેમા સામાજીક અને રાજકીય અગ્રણીઓ આયોજનમા ઉપસ્થિત રહયા હતા તેમ હાજી હૈયાતખાન બલોચની યાદીમાં જણાવાયુ છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
