તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
દિકરીઓનાં કન્યાદાન ઉદ્યોગપતિઓએ આપ્યાઃ નગરજનોએ
ભીની આંખે દિકરીઓને વળાવી : યાદગાર લગ્નોત્સવ ગોંડલનાં બાલાશ્રમમાં પાંચ દિકરીઓનાં લગ્ન શાહી ઠાઠમાઠ સાથે સંપન્ન થયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ભગવતસિહ બાલાશ્રમ ખાતે આશ્રમમાં પનાહ લઇ ઉછરેલી પાંચ દિકરીઓ નાં યોજાયેલા લગ્ન શાહી ઠાઠમાઠ સાથે થયા હતા.સવારે જાનનાં રુડા સ્વાગત કરાયા હતા.લગ્નવિધિ અને ભોજન બાદ દિકરીઓ ને માવતર બનેલા ગોંડલે ભીની આંખે વિદાય અપાઇ હતી.
નગરપાલિકા દ્વારા સંચાલીત બાલાશ્રમ ખાતે પાંચ દિકરીઓ નાં લગ્ન પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા ની દેખરેખ હેઠળ યોજાયા હતા.સવારે ટાઉનહોલ પાસે મુખ્ય બજાર થી જાનનાં સામૈયા સાથે દબદબાભેર વરઘોડો નિકળ્યો હતો.અને બાલાશ્રમ પંહોચ્યો હતો.લગ્નોત્સવ ને લઈ ને સુશોભિત કરાયેલા બાલાશ્રમ માં રંગેચંગે લગ્નવિધિ સંપન્ન થઇ હતી.લગ્નોત્સવ માં જયરાજસિહ જાડેજા,પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક,યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા,નાગરીક બેંક નાં મેનેજીંગ ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા, નગરશ્રેષ્ઠીઓ,ઉદ્યોગપતિઓ, પુ.જેરામદાસબાપુ,પુ.ચંદુબાપુ, પુ.રવિદર્શનજી,પુ.સીતારામ બાપુ સહિત સંતો મહંતો,ગોંડલ રાજવી હિમાંશુસિહજી,રાજમાતા કુમુદકુમારીજી,કુમાર જ્યોતિર્મયસિહજી હવામહેલ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.દિકરીઓ ને કન્યાદાન અનુક્રમે ધારાસભ્ય નાં પુત્ર ગણેશભાઈ, ઉદ્યોગપતિ ધનસુખભાઇ નંદાણીયા,નીતિનભાઈ ગાજીપરા,વિજયભાઈ વાડોદરીયા તથા સાગરભાઇ દેસાઇ એ કન્યાદાન આપ્યા હતા.
શરણાઈ ના સુર, માંગલીક ગીતો અને વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે લગ્નવિધિ સંપન્ન થયા બાદ દિકરીઓ ને વિદાય અપાઇ હતી.લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારોહ માં જાનૈયા, માંડવીયા સહિત અંદાજે દશ હજાર લોકોએ ભોજન ગ્રહણ કર્યુ હતુ. બાલાશ્રમ ખાતે છેલ્લા ત્રણ દિવસ થી ચાલી રહેલા લગ્નોત્સવ નુ માઇક્રો પ્લાનિંગ અશોકભાઈ પીપળીયાએ કર્યુ હતુ.જેને કારણે બાલાશ્રમ નાં આંગણે પાંચ - પાંચ જાન આવી હોવા છતા અદભુત વ્યવસ્થા જળવાઇ હતી.અશોકભાઈ પીપળીયાની સાથે ગણેશભાઈ જાડેજા,ડો.નૈમિશભાઈ ધડુક, મનસુખભાઈ સખીયા,પાલીકા પ્રમુખ અશ્વીનભાઇ રૈયાણી,ક્રીપાલસિંહ જાડેજા,ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા,બાલાશ્રમ ચેરમેન અનિતાબેન રાજ્યગુરુ સહિત ની વ્યવસ્થા કમીટી અને નગરપાલિકાનાં સદસ્યો,કાર્યકરો એ ટીમવર્ક દાખવી લગ્નોત્સવ ને સફળ બનાવ્યો હતો.(તસવીર-જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલમાં સમુહલગ્ન : અમીરાત ખમીરાત અને દિલેરી નજરે પડી
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૩ : ગોંડલ બાલાશ્રમ ની પાંચ દિકરીઓનાં યોજાયેલા લગ્ન પ્રસંગે ગોંડલે તેની અમીરાત અને ખમીરાત બતાવી દિકરીઓને ઢગલાબંધ કરીયાવર આપી ઉપરાંત રોકડ રકમની જાણે વર્ષા થઈ હતી.કુમાર જ્યોતિર્મયસિહજી સહિત અનેક નામી અનામી દાતાઓ એ દિકરીઓ નાં નામે ફિક્સ ડિપોઝિટ મુકી હતી.ભગવતપરા બહુચરાજી મઠનાં ભગત દ્વારા દિકરીઓને સાડીઓ અર્પણ કરાઇ હતી.લગ્નમાં આવેલા નગરજનો દ્વારા રોકડ તથા અનેક ગિફ્ટ દિકરીઓ ને અપાઇ હતી.
ફ્રીજ,ટીવી,એસી સહીત કરીયાવરની ૨૫૧ થી વધુ ઘરવપરાશ ની ચીજવસ્તુઓનો કરીયાવર તો અગાઉ મળી ચુકયો હતો.તેમ છતા લગ્નવિધિ સમયે દાતાઓ વરસી પડી ગોડલની દિલેરીનાં દર્શન કરાવ્યા હતા.આ સાથે બાલાશ્રમની દિકરીઓ કે પનાહ લઇ રહેલ નિરાશ્રિત અનાથ નથી ગોંડલ તેનું માવતર બનીને બેઠુ છે તે વાતની પ્રતીતિ પણ કરાવી હતી.રાજાશાહી સમયથી એટલે કે ૧૨૨ વર્ષ થી બાલાશ્રમમાં લગ્નોત્સવની ચાલી આવતી પરંપરાને આયોજક આગેવાનોએ બખુબી નિભાવી હતી.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
