<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

વિકસીત ભારતના સપનાને સાકાર કરવા ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર રિસર્ચ અને ઇનોવેશન

પોરબંદર ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર આયોજીત બજેટ ચર્ચામાં ડો.મનસુખભાઇ માંડવીયાનું ઉદ્‌બોધન : પાછલા ૧૦ વર્ષમાં જે યોજના અમલી બનેલ નહીં તે યોજનાનો નવા બજેટમાં સામેલ કરીને દેશનો નવો વિકાસ મેપ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩: ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા આયોજીત બજેટ ચર્ચા કાર્યક્રમમાં કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા ઉપસ્‍થિત રહીને સંબોધનમાં વિકસીત ભારતના સપનાને સાકાર કરવા ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ડેવલપમેન્‍ટ, રિસર્ચ અને ઇનોવેશન જરૂરી હોવા ઉપર ભાર મુકયો હતો. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં દેશનો નવો ઇતિહાસ રચાઇ રહયો છે.

ધી પોરબંદર ડિસ્‍ટ્રિક્‍ટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા આયોજિત અને જિલ્લા ભાજપ તથા જીઆઈડીસી ઉધોગનગર એસોસિએશન, ધરમપુર અને યુવા ડિસ્‍ટ્રીક્‍ટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના સહકારથી આયોજિત બજેટ ચર્ચામાં જિલ્લાના સાંસદ અને શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયનાં કેન્‍દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઇ માંડવિયા બજેટ ચર્ચા કાર્યક્રમમાં સહભાગી થયા હતાં. બજેટ ચર્ચામાં  કેન્‍દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ જણાવ્‍યું હતું.

લોકોની અમારી પાસેની અપેક્ષાઓ એ અમારી જવાબદારી છે આ વખતે ગુજરાતના બજેટ ભાષણમાં ૧૦ વખત પોરબંદરના નામનો ઉલ્લેખતે ગર્વનો વિષય છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જ્‍યારે દેશના પ્રધાનમંત્રી બન્‍યા અને પહેલું બજેટ રજૂ થયું ત્‍યારે તે બજેટનું કદ ૧૮લાખ કરોડ રૂપિયા હતું. અને તેમાં  પાછલા દસ વર્ષમોની અંદર ૧૨૦૦ એવી યોજનાઓ અમલ નથી થયો તેવી યોજનાઓનો સામેલ કરીને એક દશકમાં આ યોજનાઓનો અમલ કરવામાં આવ્‍યો અને દેશનો નવો વિકાસ મેપ પણ તૈયાર થઈ ગયો અને દેશ પણ આગળ વધી ગયો.

બજેટ એ એક વર્ષનું પ્‍લાનિંગ નથી પણ લોંગ ટાઈમનું વિઝન છે.વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ બજેટને રોડ મેપ અને પ્‍લાનિંગની અંદર કન્‍વર્ટ કરનારા વિઝનરી નેતા છે.

વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં જીએસટીની અમલવારીથી સરકારની તિજોરીમાં પૈસા આવવાને કારણે ડેવલપમેન્‍ટ અને ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના કામો થઈ રહ્યાં છે.અને વિકસિત ભારતના વિઝનને પૂરું કરવા ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલોપમેન્‍ટ રિસર્ચ અને ઇનોવેશન જરૂરી છે. તેમ ડો.મનસુખભાઇએ જણાવેલ છે.

કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઇએ કોરોના સમયને યાદ કરતા જણાવ્‍યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં ભારતે કોવિડ વેક્‍સિનનું રિચર્ચ કરીને લોકોને વેક્‍સિન આપીને સુરક્ષિત કરવામાં આવ્‍યા છે એટલું જ નહીં ભારતે દુનિયાના દેશોને વેક્‍સિન આપીને વસુદેવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત વિકસિત બને તે માટેનો રોડ મેપ તૈયાર છે અને વિકસિત ભારતના ગોલને એચીવ કરવા માટેના બજેટ આવી રહ્યા છે.

મહિલાઓ પણ રાજકીય ક્ષેત્રે પોતાની ભાગીદારી નોંધાવે તે માટે ૩૩ ટકા અનામત આપીને મહિલાઓને પુરુષો સમોવડી બનાવી છે આગામી ૨૦૨૯ આવનારી ચૂંટણીઓમાં મહિલાઓની ૩૩ ટકા સીટો અનામત આવશે અને રાજકીય ક્ષેત્રે  મહિલાઓ નેતળત્‍વ કરશે. સામાન્‍ય માણસોના પૈસાની બચત થાય એ બચત નાણાં લોકો તેમની સુખાકારી વધારવા વાપરે તે માટે આ બજેટમાં ૧૨ લાખ સુધીની આવક ટેક્‍સ ફ્રી કરી છે.

દેશના ખેડૂતોને આધુનિક  ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરતો થાય નેચરલ ર્ફામિંગ તરફ દેશ આગળ વધી રહ્યો છે ત્‍યારે આ બજેટમાં ખેડૂતોની પાક ધિરાણની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે. અને ભારત સોશિયલ સિકયુરિટી આપવામાં પણ અગ્રેસર બની રહ્યું છે. અને તેમણે બજેટને લગતી વિવિધ ચર્ચાઓ કરી હતી અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં દેશનો નવો ઇતિહાસ રચાઇ રહ્યો છે ડો.મનસુખભાઇએ ઉમેર્યું હતું.

ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પોરબંદર જિલ્લા પાણી ભરાવવાની સમસ્‍યા ઉકેલવા  માટે સરકારે બજેટમાં ૧૭૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ કેન્‍સર સારવાર માટેની આધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્‍પિટલ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.

વધુમાં તેમણે દુધાળા પશુઓમાં સારી ઓલાદોની વાછરડીઓનો જન્‍મ થાય તે માટે આધુનિક ટેકનોજીના સેન્‍ટરની પોરબંદર જિલ્લામાં સ્‍થાપના થવાથી સૌરાષ્‍ટ્રના લોકોને ફાયદો થશે અને પ્રવાસન, લાઇબ્રેરી અને અદ્યતન ભવનો અને પોરબંદરને નવો એક્‍સપ્રેસ હાઈવે સહિતના કામો માટે જોગવાઈ કરવામાં આવી છે. અને  બજેટની લગતી ઉપયોગી માહિતી આપવા બદલ શ્રી રામદેવભાઈ મોઢવાડિયાએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા અગ્રણી સર્વ  રમેશ પટેલ, નિલેશ મોરી,રામદેવભાઈ, લખનભાઇ મોઢવાડિયા, ખીમજીભાઇ મોતીવરસ, પદુભાઈ રાયચુરા, અનિલભાઈ કારીયા, જતીનભાઇ હાથી અને ડિસ્‍ટ્રિક્‍ટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રતિનિધિઓ તેમજ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

પોરબંદર જીલ્લામાં ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્‍યા ઉકેલવા બજેટમાં ૧૭૦ કરોડની જોગવાઇ અને સરકારી હોસ્‍પીટલમાં કેન્‍સરની અદ્યતન સુવિધાઃ અર્જુનભાઇ મોઢવાડીયા

(1:53 PM IST)