<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ગુજરાત રાજયની બીન સરકારી ગ્રાંટેડ શાળાઓમાં જુના શિક્ષકોને શાળા ફાળવણી થઇ

ઉમેદવારોએ ચોઇસ ફીલીંગ પછી મેરીટ પ્રમાણે નિયુકિત

ખંભાળીયા તા. ૩ :.. ગુજરાત રાજયમાં વર્ષોથી જુના શિક્ષકોની ખાલી જગ્‍યાઓ ભરવા માટે તાજેતરમાં રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ખાસ ભરતી પ્રક્રિયા કરતા તથા મેરીટ લીસ્‍ટ પછી જાહેર કરતા ૧-૩-રપ થી શાળાઓમાં ચોઇસ ફીલીંગ સાથે શાળા ફાળવણી થઇ જતાં ઉમેદવારોને વર્ષો પછી પોતાના વતનમાં જવાનો મોકો મળતા શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

આ વખતે પ્રથમ વખત જો જુના શિક્ષક ચોઇસ ફીલીંગ પછી મેરીટમાં નામ આવ્‍યા પછી પણ જો જે તે શાળામાં હાજર નહીં થાય તો બે લાખનો દંડ, ૪૦ માસ સુધી માસીક પાંચ હજારના કપાતથી રાખવાનું પણ નકકી થયું છે. દ્વારકા જિલ્લામાં ૮૮ ટકા ઉપરાંત ના અરજદારોને તક મળતા દ્વારકા જિલ્લામાં આનંદની લાગણી ફેલાઇ છે.

(12:30 PM IST)