તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
ઉના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વેપારી દ્વારા પડી ગયેલી સોનાની બુટી નંગ-૨ શોધી આપી

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૩: વેપારી દ્વારા રસ્તામાં પડી ગયેલી સોનાની બુટી નંગ-૨ કિ. ૧૦ હજારની પડી ગયાની જાણ પોલીસને કરતા પોલીસે સીસીફૂટેજના આધારે ખોવાયેલી સોનાની બુટી-નંગ-૨ શોધી આપીને મુળ માલિક વેપારીને પરત સોંપી હતી.
અમરેલી જિલ્લાના રાજુલા ગામ ના વેપારી લાલજી ભાઈ રાઘવ ભાઈ પરમાર ઊના ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર ગાંગડા ગામ પાસે આવેલ હોટલ મા જમવા ગયા હતા. અને તે દરમિયાન સોનાની બુટ્ટી નગ બે કયાંક પડી ગઈ કે ખોવાઇ ગઇ હતી. જે શોધવા છતા ના મળતા આ અંગે ઊના પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્ર સિંહ એન રાણા ને મળી રૂપિયા ૧ લાખ ૧૦૦૦૦/ ની કિંમત ની સોનાની બુટ્ટી ખોવાઈ ગયા ની લેખિત અરજી આપી હતી.
તે દિવસો મા મહા શિવરાત્રી અને ઉર્ષ તહેવાર નો બંદોબસ્ત ચાલતો હતો.તેમ છતા પી. આઇ. રાણા એ ગંભીરતા સમજી તુરંત સનખડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ના ઈન ચાર્જ પી.એસ.આઇ.એસ.બી. બોરીચા ને શોધવા સૂચના આપી હતી તે તેમજ એ.એસ.આઇ. પરસોતમ ભાઈ વારસુરભાઈ ખુમાણ, પોલીસ કોન્સ્ટેબલ કિશોર ભાઈ જીવા ભાઈ વાળા,જી.આર.ડી. ભરતસિંહ સાંખટ, હસમુખ સિહ ડોડીયા વિગેરે એ જુદી જુદી ટીમ બનાવી હોટલ ના સી.સી.ટીવી. ફૂટેજ, ગાંગડા હાઇવે રૂટ ઉપર ના સી.સી. ટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સ સીશ ની મદદ થી તુરંત સોનાની બુટ્ટી નંગ બે મૂળ હાલત મળી જતા તુરંત વેપારી લાલજી ભાઈ રાઘવ ભાઈ પરમાર ને બોલાવી ખરાઈ કરી તેરા તુજકો અર્પણ કરી કામગીરી કરી હતી.પી. આઇ. રાણા એ તમામ સ્ટાફ ને અભિનંદન આપેલ હતા.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
