<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ચોટીલામાં નંબર પ્‍લેટ વિનાની કારમાં નિકળેલ શખ્‍સ પિસ્‍તોલ, કાર્તુસ સાથે ઝબ્‍બે

 

વઢવાણ તા.૩: ચોટીલા હાઇવે પર બસ સ્‍ટેન્‍ડ નજીકથી ઇન્‍સ્‍પેક્‍ટર આઇ.બી. વલવી અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્‍પદ ફોર્ચ્‍યુનર ગાડીને રોકી હતી. આ ગાડી નંબર પ્‍લેટ વગરની હતી અને તેમાંથી એક દેશી બનાવટની પિસ્‍તોલ અને ૫ કાર્ટ્રિજ મળી આવ્‍યા હતા. આરોપી પ્રદીપભાઇ અનકભાઇ કરપડાજે ચોટીલાના થાનગઢ રોડ પર ઉમિયાનગર સોસાયટીમાં રહે છે.

પોલીસે આરોપી પાસેથી રૂ. ૨,૦૦૦ની કિંમતનું હથિયાર, રૂ. ૫૦૦ની કિંમતના કાર્ટ્રિજ, રૂ. ૫ લાખની ફોર્ચ્‍યુનર ગાડી અને રૂ. ૧,૦૦૦નો મોબાઇલ ફોન કબજે કર્યો છે. આરોપી પાસે હથિયાર રાખવાના કોઈ કાયદેસર દસ્‍તાવેજો મળ્‍યા નથી.

ચોટીલા પોલીસે હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઓપરેશનમાં એએસઆઈ ધનરાજસિંહ વાઘેલા, હેડ કોન્‍સ્‍ટેબલ છગન ગમારા, કેહા મકવાણા અને અન્‍ય પોલીસ કર્મચારીઓની ટીમ સામેલ હતી.

(11:48 AM IST)