તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
જામકંડોરણા ખાતે કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ જામકંડોરણા ખાતે જીલ્લા વહીવટી તંત્ર પીજીવીસીએલ અને એલીમ્કો દ્વારા દિવ્યાંગજનોને સાધન સહાય કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડો. મનસુખભાઇ માંડવીયા અને અતીથિ વિશેષ તરીકે ખેડુત નેતા જયેશભાઇ રાદડીયાની હાજરીમાં દિવ્યાંગજનોને સાયકલો તેમજ અન્ય સાધન સામગ્રી અર્પણ કરેલ અને આ તકે ૧ર૯ લાભાર્થીઓને કેટેગરી મુજબ ટ્રાયસીકલ, વ્હીલચેર, સ્માર્ટકોન, ફોલ્ડીંગ સ્ટીંક સહિતના કુલ ૧પ લાખ રૂા.ના સાધનોની સહાય કરાય હતી. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાનું ભવ્ય સન્માન કરાયું હતું. કલેકટરશ્રી પ્રણવ જોષી, ગોવિંદભાઇ રાણપરીયા, ડે. કલેકટર તરખલા ટીડીઓ અને ડી.ડી.ઓ. મામલતદાર શ્રી અને જીલ્લા પંચાયતના પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, સુરેશભાઇ દેશાળ તાલુકા પ્રમુખ અશોકસીંહ વાઘેલા, યાર્ડનાં ચેરમેન જસમતભાઇ કોયાણી, જેન્તીભાઇ પાનસુરીયા, જીતુભાઇ કથીરીયા, સંજયભાઇ બોદર, પ્રાણજીભાઇ ત્રાડા, ચંદુભાઇ લુણાગરીયા, કલ્પેશભાઇ રાણપરીયા ચંદુભા ચૌહાણ, ગૌતમ વ્યાસ, આશીષ કોયાણી, સહીતના ગ્રામ્ય વિસ્તારોના સરપંચશ્રીઓ મંડળીઓના પ્રમુખશ્રીઓ અને લાભાર્થીના સ્વજનો હાજર રહેલ. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ બેસ્ટ કામગીરી કરવા બદલ જીલ્લા વહીવટી તંત્રનો આભાર માનેલ અને કાર્યક્રમની આભાર વીધી નાયબ કલેકટર એન. એમ. તરખાલાએ કરેલ હતી. કાર્યક્રમનું સંચાલન વિજયભાઇ રાણપરીયાએ કરેલ હતું.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
