તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
ચોટીલા તાલુકા સંકલન અને ફરિયાદ સમિતીની ગેરહાજર બે પીઆઈ સહિત ૫ અધિકારીઓને શોકોઝ

(મુકુંદ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩: ચોટીલા મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા દ્વારા તાલુકા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં આગળની મિટિંગના ૭ પ્રશ્ન પડતર રહેતા તેમાંથી ૨ પ્રશ્નનો નાયબ કલેક્ટર દ્વારા નિકાલ કરાયો હતો. જ્યારે આ મિટિંગમાં પૂર્વ મંજૂરી વિના ગેરહાજર રહેલા અધિકારીઓને નોટિસ અપાઈ હતી. તેમાંના ચોટીલા પીઆઇ, નાની મોલડી પીઆઇ, એસટી ડેપો ચોટીલા મેનેજર, નાયબ કાર્યપાલ ઈજનેર માર્ગ મકાન સ્ટેટ, સમાજ કલ્યાણ નિરીક્ષક(અ.જા) ગેરહાજર રહેતા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી.
જ્યારે મિટિંગમાં પી.બી. જોશી ચોટીલા મામલતદાર, નરેન્દ્રભાઈ સોલંકી ઇન્ચાર્જ ટીડીઓ ચોટીલા, ચોટીલા પાલિકા ચીફ ઓફિસર પટેલ, ગુંજનભાઈ ચારેલ કાર્યપાલક ઇજનેર, હરદીપભાઇ બી. છૈયા નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ ચોટીલા, શ્યામભાઈ ગાંધી નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ પંચાયત, જયદીપસિંહ સોલંકી નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન લીંબડી તેમજ પાણી પુરવઠા વિભાગ, પીજીવીસીએલ વિભાગ, બ્લોક હેલ્થ ઓફિસર, ખેતી નિયામક, પશુ ચિકિત્સા અધિકારી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી, આરએફઓ નોર્મલ અને વિસ્તરણ વિભાગ વગેરેમાંથી હાજર રહ્યા હતા.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
