તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
ભાવનગરમાં જાણીતા ચિત્રકાર પ્રા.ડો. ઉષા પાઠકના ચિત્રોનું મંગળથી ગુરૂ સુધી ચિત્ર પ્રદર્શન

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગરઃ જાણીતા ચિત્રકાર પ્રા.ડો. ઉષાબહેન પાઠક ચિત્રોનું પ્રદર્શન શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગરમાં યોજાયું છે. પ્રદર્શનનું ઉદ્ધાટન તા. ૪ને મંગળવારે સવારે ૧૦-૩૦ વાગ્યે રમણીકભાઈ ઝાપડિયા(ચિત્રકાર, કલાસંવર્ધક અને અધ્યક્ષ, કલાતીર્થ ટ્રસ્ટ, સુરત) ના હસ્તે થશે. કાર્યક્રમના અધ્યક્ષ ડો.મહેન્દ્રસિંહ પરમારકલા-ભાવક અને અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, મહારાજા કળષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.) જ્યારે ઈન્દાબહેન માનભાઈ ભટ્ટ (શિશુવિહાર) સુ. શ્રી ભાર્ગવીબહેન ભટ્ટ વરિષ્ઠ ચિત્રકાર અને લેખિકા), ડો. અશોકભાઈ પટેલ(લોકશૈલી અને વોશશૈલીના વરિષ્ઠ ચિત્રકાર) ઉદઘોષક પ્રા. શ્રીમતી નિષ્ઠાબહેન વિમલભાઈ વ્યાસ વિગેરે તરીકે ઉપસ્થિત રહેશે. ચિત્ર પ્રદર્શન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે તા.૪થી મંગળવાર સવારે ૧૦- થી ૧-, બપોરે ૪થી ૮, તા.૫ અને ૬ મીએ સવારે ૧૦ થી ૧, બપોરે ૪થી ૮નો રહેશે. ચિત્ર પ્રદર્શન નિહાળવા સતીશ સમનારાયણ પાઠક અને ઊર્મિલા સતીશ પાઠક દ્વારા આમંત્રણ પાઠવાયું છે. આ પ્રદર્શન ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની સહાયથી યોજવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.(૨.૭)
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
