તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Sunday, 2nd March 2025
મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા 15 વૃદ્ધ માતાઓ માટે પુનઃ”એડોપ્શન ઓફ માં” પ્રોજેક્ટ અંતર્ગત 12 મહિનાની રાશનકીટની i સહાય.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી: મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા સમાજ સેવા અંતર્ગત તા 27 ના રોજ મોરબી -1 અને મોરબી -2 માટે “અડોપ્શન ઓફ માં” પ્રોજેક્ટ હેઠળ 15 વૃદ્ધ માતાઓને પુનઃ 12 મહિનાં સુધી બેઝિક રાશન કીટ આપવાનીમાં આવી હતી. ગત વર્ષે પણ આ પ્રોજેક્ટ હેઠળ ૬ વૃદ્ધ માતાઓને આ કીટ આપવામાં આવી હતી.
આ યોજના હેઠળ જરૂરિયાતમંદ વૃદ્ધ માતાઓને દર મહિને જીવન જરૂરી રાશન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ તેમની દૈનિક જીવનનિર્વાહ સરળતાથી કરી શકે. અને પેટનો ખાડો પુરવા ક્યાંય લાચારી ન કરવી પડે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધ માતાઓને માન-સન્માન અને સહાયતા પ્રદાન કરવો છે.
મુસ્કાન વેલફેર સોસાયટી લાંબા સમયથી અનેક પ્રકારના સેવાપ્રકલ્પો હાથ ધરી સમાજના જરૂરિયાત વર્ગોની સેવા માટે સમર્પિત છે અને ભવિષ્યમાં પણ આવી સામાજિક કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખશે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
