<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

અમરેલીના સાંસદ ભરત સુતરીયા જુનાગઢ ભવનાથ મહાદેવના દર્શને

અમરેલી : જૂનાગઢ ગીરનાર ક્ષેત્રના અધિપતિ શ્રી ભવનાથ મહાદેવ મંદિરે ભક્‍તિભાવથી દર્શન અને અભિષેક કરવાનો લાહવો લેતા અમરેલી સાંસદ ભરત સુતરીયાએ  મહા શિવરાત્રી પર્વ નીમીતે  જૂનાગઢ ગીરનાર ક્ષેત્રના અધિપતિ શ્રી ભવનાથ મહાદેવ મંદિરે ભક્‍તિભાવથી દર્શન અને અભિષેક કરવાનો લાહવો મળ્‍યો હતો અને  જેમાં તેઓએ ભવનાથ મહાદેવના પાવન આશીર્વાદ પ્રાપ્ત કર્યા. મંદિર પરિસરમાં ભક્‍તિમય માહોલ સર્જાયો હતો. શ્રી ભવનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે વિશેષ પૂજા-અર્ચના અને અભિષેક વિધિની ભાવભીના વાતાવરણમાં પૂર્ણાહૂતિ કરવામાં આવી. ગિરનારના પવિત્ર ધ્‍યેયસ્‍થળે ભક્‍તમંડળી ભક્‍તિભાવથી જોડાઈ, અને હર-હર મહાદેવના જયઘોષ સાથે શ્રદ્ધાનો સમરસ અનુભવ કર્યો. આ  પ્રસંગે શ્રી સૌરાષ્‍ટ્ર નાગરિક શરાફી મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરીયા, ભેસાણ તાલુકા ભાજપના પ્રમુખ   પ્રવીણભાઈ સોજીત્રા, તેમજ આશ્રમના અગ્રણી સેવક શ્રી ચિરાગભાઈ પરમાર સહિતના હાજર રહ્યા હતા અને ભવનાથ મહાદેવના આશીર્વાદ સાથે સર્વ સમળદ્ધિ અને શાંતિની  પ્રાર્થના કરવામાં આવી હતી. (તસ્‍વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:21 PM IST)