<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

જામનગરમાં ગ્રીલ ફીટીંગ કરતી વખતે પહેલા માળેથી પટકાતાં રાજકોટના હરેશભાઇનું મોત

લુહારી કામના કારીગર યુવાનના મૃત્‍યુથી બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ જે.કે. પાર્કના મકવાણા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૫: શહેરના લુહારી કામના કારીગર યુવાનનું જામનગરમાં સાઇટ પર કામ કરતી વખતે પડી જતાં ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ પર જે. કે. પાર્ક શેરી નં. ૩માં રહેતાં હરેશભાઇ પ્રાગજીભાઇ મકવાણા (ઉ.વ.૪૩) નામના યુવાન ગયા રવિવારે જામનગર ખાતે હિરજી મિષાી રોડ પર ક્રિષ્‍ના એપાર્ટમેન્‍ટ પાસે બાંધકામની સાઇટ પર પહેલા માળે ગ્રીલ ફીટીંગનું કામ કરી રહ્યા હતાં ત્‍યારે અકસ્‍માતે પડી જતાં ગંભીર ઇજા થતાં જામનગર સારવાર અપાવી અમદાવાદ અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

મૃત્‍યુ પામનાર હરેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇએ જામનગર પોલીસને જાણ કરવા તજવીજ કરી હતી.

(11:52 AM IST)