તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
પોરબંદર-દ્વારકા હાઈવે પર ગંભીર અકસ્માતઃ કર્ણાટકની બસ અને ટ્રક અથડાતા બે મુસાફરોના મોત:સાતને ઇજા
કર્ણાટકની એક બસ સોમનાથથી દ્વારકા તરફ જતી હતી ત્યારે પોરબંદર-દ્વારકા હાઇવે પર એક બંધ ટ્રક પાછળ બસ ઘૂસી ગઇ

પોરબંદર-દ્વારકા હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. કર્ણાટકની બસ સોમનાથથી દ્વારકા જઇ રહી હતી એ સમયે ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં બે મુસાફરોના મોત નીપજ્યાં હતા. જ્યારે સાત જેટલા મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કર્ણાટકની એક બસ સોમનાથથી દ્વારકા તરફ જઇ રહી હતી. જે દરમિયાન પોરબંદર-દ્વારકા હાઇવે પર એક બંધ ટ્રક પાછળ બસ ઘૂસી ગઇ હતી. અકસ્માતમાં બસને ખાસુ નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતનો આ બનાવ ગત મોડી રાત્રે બન્યો હતો. મુસાફરોની ચીસો સાંભળીને આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા. બનાવ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.
અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
