તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
કચ્છના કેરા ગામે ગોઝારા અકસ્માતમાં ૬ ના મોત નીપજાવનાર ટ્રેલર ચાલક ઝડપાયો
માનકુવા પોલીસે મૂળ બિહારના અને હાલે ગાંધીધામ રહેતા ૩૮ વર્ષીય ડ્રાઇવર સદામહુસેન અબ્દુલ સહકારની ધરપકડ કરી

(વિનોદ ગાલા દ્વારા ભુજ) બેદરકારીપૂર્વક વાહન ચલાવી લક્ઝરી બસને ઓવરટેક કરી અકસ્માત સર્જી ૬ ના મોત અને ૨૩ પ્રવાસીઓને ઇજા પહોંચાડનાર ટ્રેલર ચાલક ઝડપાઈ ગયો છે. માનકુવા પોલીસે મૂળ બિહારના અને હાલે ગાંધીધામ રહેતા ૩૮ વર્ષીય ડ્રાઇવર સદામહુસેન અબ્દુલ સહકારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના બનાવ બાદ આરટીઓ, પોલીસ અને રસ્તા ઉપરના ખાડાઓ બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો રાજકીય પ્રતિનિધિઓ સામે સવાલો કરી રહ્યા છે. ખાનગી બસોમાં રાજકીય આગેવાનોની ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ તેમ જ નાના વાહનચાલકો ઉપર કાયદાનો દંડો ઉગામી રૂપિયા ઉઘરાવનાર તંત્રોનો ખાનગી બસોમાં મંજૂરીથી વધુ ભરાતા પ્રવાસીઓ અને ઓવરલોડ ટ્રેલર ચાલકો સાથેનો “વ્યવહાર” ચર્ચામાં છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
