તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
પોરબંદરના પ યુવાનો ઝટપટ નાણા કમાવવાની લાલચમાં ડ્રગ્સની હેરાફેરી શરૂ કરતા ઝડપાયા
મુંબઇ એરપોર્ટ ઉપર પ્રવાસીના સ્વાંગમાં ટ્રોલી બેગમાં કરોડોનો ગાંજો છુપાવીને લાવતા હતા : કસ્ટમ અધિકારીઓએ શંકાના આધારે એરપોર્ટ ઉપર આંતરી લીધા ધરપકડ કરાયેલા આ પાંચેય આરોપી પોરબંદરના રવિ દેવા ઓડેદરા, રમેશ વેજા ઓડેદરા, ભરત મોઢવાડીયા, નાથા રામભાઇ ઓડેદરા અને રામ કરશન ભુતીયા તરીકે ઓળખ થઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૨ : પોરબંદરના પ યુવાનો ઝટપટ નાણા કમાઇ લેવાની લાલચ રાખીને ડ્રગ્સની હેરાફેરીના રવાડે ચડી ગયેલ અને પ્રવાસીના સ્વાંગમાં ટ્રોલી બેગમાં કિંમત પ૬,ર૬ કરોડનો ગાંજો છુપાવીને લાવતા હતા ત્યારે મુંબઇ એરપોર્ટ ઉપર કસ્ટમ અધિકારીઓએ આ પાંચેય પોરબંદરના યુવાનોને શંકાને આધારે પકડી લીધા હતા.
મુંબઇ કસ્ટમ્સ વિભાગે મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ૬ કરોડ રૂપીયાની કિંમતનો ગાંજો પકડી પાડી પાંચ પ્રવાસીની ધરપકડ કરી હતી. પોરબંદરના પાંચેય પ્રવાસી પોતાની ટ્રોલી બેગમાં ગાંજો છુપાવી લાવ્યા હતા એમ કસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું.
બેંગકોકથી બુધવારે ફલાઇટમાં મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાંચ પ્રવાસીને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ શંકાના આધારે આંતર્યા હતા. તેમના સામાનની તલાશી લેવામાં આવતા ટ્રોલી બેગમાંથી પ૬.ર૬ કરોડ રૂપીયાનો પ૬. ર૬ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પાંચેય પ્રવાસી વિરૂધ્ધ નાર્કોટીક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટન્સીસ (એનડીપીએસ) એકટ હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.આ ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રવિ દેવાભાઇ ઓડેદરા (૩૦), રમેશ વેજા ઓડેદરા (૩૧), ભરતભાઇ મોઢવાડીયા (૩૭), નાથાભાઇ રામભાઇ ઓડેદરા (૩પ) અને રામ કરશન ભુતીયા (ર૪) તરીકે થઇ હતી. પાંચેય આરોપી શહેરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ઝટપટ નાણા કમાવાની લાલચમાં ડ્રગ્સની તસ્કરી કરવા પ્રેરાયા હોવાનો દાવો આરોપીઓએ પુછપરછમાં કર્યો હતો.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
