તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
પાકિસ્તાન જેલમાંથી રર માછીમારો મુકતઃ સોમવારે માદરે વતન આવી પહોંચશે
૧૫ ગીર સોમનાથ- ૩ દેવભુમી દ્વારકા, ૩ દીવ અને ૧ યુપીના ખલાસીનો સમાવેશ

(મીનાક્ષી- ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા.રરઃ સમુદ્રી જળસીમામાંથી પાકિસ્તાન મીરન એજન્સીએ ૨૦૨૧-૨૨માં પકડી પાકિસ્તાન જેલ કેદમાં નાખેલ હતા. જેમાંના બિમારીનો ભોગ બનેલા અને મોટી ઉંમરવાળા રર જેટલા ભારતીય માછીમારોને પાકિસ્તાને જેલ મુકત કરી વાઘા સરહદે ભારતને સુપ્રત કરાશે. જેમાં ગીર-સોમનાથ અને ૩ દેવભુમિ દ્વારકા મળી ગુજરાતના કુલ ૧૮ અને ૩ દીવ અને ૧ યુ.પી.નો સમાવેશ થઇ કુલ રર માછીમારોનો સમાવેશ થાય છે. ફીસરીઝ વિભાગની ટીમ કબ્જો સંભાળવા રવાના થઇ ચુકી છે. જેમાં જામનગરના તોરણીયા, જાફરાબાદના મકરાણી અને પોરબંદરના વાઘેલાનો સમાવેશ થાય છે. અંદાજે ૨૪ ફુબ્રુ.ના રોજ ભારતીય માછીમારો માદરે વતન સોમનાથ પહોંચશે તેવી ધારણા છે. સ્થાનિક ફીસરીઝ અધિકારીઓ વી.કે. ગોહિલ, વિમલ પંડયા અને નયન મકવાણા આ અંગે વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
