તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
25 વર્ષ બાદ માંગરોળ નગર પાલિકામાં ભાજપ કમાન સંભાળશે:BSP એ ભાજપને સમર્થન આપ્યું
માંગરોળ નપામાં કુલ 36 બેઠકમાંથી ભાજપ 15, કોંગ્રેસ 15,અન્ય 1,, આપ 1 અને બસપાને 4 બેઠક મળી હતી

જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં ભાજપ, બીએસપીની મદદથી સત્તાના સૂત્રો સંભાળશે. માંગરોળ નપામાં બસપાએ ભાજપને સમર્થન આપ્યું છે. BSPમાંથી ચૂંટાયેલા અબ્દુલલા મિયાં સૈયદ, મહમદ મુસા હાજીબા, શબાના રાઠોડ અને શકિના સર્વદીએ ભાજપને સમર્થન આપ્યું છે.
માંગરોળ નપામાં કુલ 36 બેઠક છે જેમા ભાજપ 15, કોંગ્રેસ 15,અન્ય 1,, આપ 1 અને બસપાને 4 બેઠક મળેલ છે. હવે 25 વર્ષ બાદ માંગરોળ નગર પાલિકામાં ભાજપના પ્રમુખ કમાન સંભાળશે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
