<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના ગીર સોમનાથ કલેક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપ

ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સમક્ષ ભ્રષ્ટાચાર મામલે સીબીઆઇ અને એસીબી તપાસની કરવાની માંગણી કરી

ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ, ગીર સોમનાથ કલેક્ટર પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે, મહમંદ ગઝનીની માફક તેઓ આ પંથકને લૂંટવા આવ્યા છે. દિનુ બોધા સોલંકીએ, ગુજરાતની ભૂપેન્દ્રભાઈ  પટેલની સરકાર સમક્ષ ભ્રષ્ટાચાર મામલે સીબીઆઇ અને એસીબી તપાસની કરવાની માંગણી કરી હતી. જૂનાગઢના પૂર્વ સાંસદે જિલ્લા કલેકટર પર લગાવેલા ભ્રષ્ટાચારના આક્ષેપથી સમગ્ર સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓમાં સોપો પડી જવા પામ્યો છે

(6:50 PM IST)