<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

શિવરાત્રીના મેળામાં બનાવટી બાવાઓથી સાવધાન વિજ્ઞાન જાથા

રાજકોટઃ જુનાગઢમાં મહાકુંભ શિવરાત્રી-મેળાનો દરજજો મળ્યો છે ત્યારે સરકારી તંત્રે ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાથી શ્રદ્ધાળુઓ માટે લાભપ્રદ સાબિત થયું છે. મેળામાં ઠેરફેર સીસીટીવી કેમેરા ગોઠવવાના કારણે છેતરપિંડી, અશોભનીય વર્તન, વાણી, વ્યવહાર ઉપર નિયંત્રણ આવ્યું છે તેમાં બેમત નથી. આ વર્ષે મેળો ત્રણ દિવસ ફેબ્રુઆરી તા. રર થી તા. ર૬ સુધી યોજાવાનો છે જેમાં સૌ કોઇને આદર સાથે ધાર્મિક અહોભાવ જોવા મળે છે. પાછલા વર્ષોમાં પરપ્રાંતિય સાથે બનાવટી નાગાબાવાના તર્કટથી અનેક શ્રદ્ધાળુઓ ભોગ બન્યાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. પરંતુ છેલ્લા ૩ વર્ષથી છુપા કેમેરાના કારણે છેતરપિંડીના બનાવો અટકયા છે. આ વર્ષે બનાવટી પરપ્રાંતિય બાવાઓથી સાવધાની રાખવા ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ અપીલ કરી છે.અને કહયું છે કે,  -છેલ્લા  ૩ વષથી છેતરપિંડના બનાવો ધટી રહ્યા છે.- મેળામાં ગાંજો, માદક પદાર્થોથી સાવધાની રાખો-ટેકનોલોજીના કારણે બનાવટી નાગાબાવાઓ ઉપર નિયંત્રણ આવ્યું છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે અગાઉના વર્ષોમાં મેળા ઉપરાંત બનાવટી વેશભૂષામાં ધાર્મિક વેશ પરિધાન, નાગા બાવાનું તર્કટ રૃપ ધારણ કરીને લોકો સાથે છેતરપિંડીના કિસ્સામાં જાથાએ   નજરે જોઇ પર્દાફાશ કર્યા હતા. તેમાં મદારી અને ગુન્હાહિત માનસ ધરાવતા લેભાગ બનાવટી વેશધારણ કરી પોતાના શરીર ઉપર અંગ કસરત, કેફી પીણું, પ્રસાદમાં મિશ્રણ કરી બેશુદ્ધ અવસ્થાનો લાભ લેતા નજરે પડયા હતા તેવા અનેક કિસ્સા જાથાએ લોકો સમક્ષ મુકયા છે તેના કારણે દર વર્ષે જુનાગઢ શિવરાત્રીના મેળામાં સર્વાંગી સાવધાની રાખવા લોકોને જાગૃત કરવામાં આવે છે જાથા ઇશ્વર-ભગવાન વિરોધી સંસ્થા નથી. સાચા સાધુ-સંતો પ્રત્યે કાયમ આદાર રાખે છે.

(3:20 PM IST)