<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ધ્રોલ પાલિકામાં કેસરિયો લહેરાયોઃ ભાજપને ફાળે ૧પ બેઠક

કોંગ્રેસને ૮, અપક્ષને ૧ બેઠક મળીઃ ધ્રોલ ભાજપના પૂર્વ પ્રમુખ, પૂર્વ પાલિકા પ્રમુખનાં પુત્ર સહિત ભાજપના મોટા માથાઓ હાર્યા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧૯ :.. ધ્રોલ નગરપાલિકાની સામાન્‍ય ૧ થી ૬ વોર્ડની ૨૪ બેઠકો માટે યોજાયેલ ચુંટણીમાં યોજાઈ હતી ગઈ કાલે મત ગણતરીમાં ભાજપનાં ફાળે ૧૫ બેઠકો અને કોંગ્રેસનાં ફાળે ૮ બેઠક અને ૧ અપક્ષ ઉમેદવારો જીત મળી આ ચુંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે. આથી બંને પક્ષે ફટાકડા ફોડી વિજય સરઘસ કાઢી વિજયોત્‍સવ મનાવ્‍યો હતો. જ્‍યારે વોર્ડનં ૭ની ૪ બેઠકોની મોકુફ રખાયેલ ચુંટણી આગામી ૧૬ માર્ચના રોજ યોજાશે.

ધ્રોલ નગરપાલિકાની સામાન્‍ય ચુંટણીમાં તા. ૧૬ ફેબ્રુઆરીનાં રોજ યોજાયેલ ધ્રોલ શહેરનાં ૬ વોર્ડની ૨૪ બેઠકો પર યોજાયેલા મતદાનમાં કુલ ૧૮૯૩૮ નાં મતદાનમાં ૧૨૮૮૮ મતો પડયા હતાં ૬૮.૦૫ ટકા જેટલું મતદાન થયું હતું. ધ્રોલ મામલતદાર કચેરી ખાતે મત ગણતરીમાં વિજેતા ઉમેદવારોમાં વોર્ડ નં:- ૧માં (૧) મંજુબેન કારાભાઇ વરુ, ભાજપને ૬૫૫ મત, (૨) બાલુબેન રવિકુમાર વાઘેલા, ભાજપને ૭૦૭ મત, (૩) વિજયભાઇ ટપુભાઇ વાઘેલા, ભાજપને ૮૮૬ મત, (૪) જીતેષભાઇ રમેશભાઇ રાઠોડ, ભાજપને ૬૫૯ મતો મળ્‍યા હતાં.

વોર્ડ નં. ૨માં (૧) મંગુબેન નરશીભાઇ ચાવડા, ભાજપને ૭૮૯, (૨) જયશ્રીબેન મનસુખભાઇ પરમાર, ભાજપને ૯૫૫, (૩) અનિલકુમાર લાલજીભાઇ પરમાર, કોંગ્રેસને ૯૩૬, (૪) રણછોડભાઇ પોપટભાઇ પરમાર, ભાજપને ૮૮૨ મતો મળ્‍યા હતા. વોર્ડનં ૩ માં (૧) જેબુનબેન જુસબભાઇ દલ, કોંગ્રેસને ૯૪૩, (૨) ગાયત્રીબા દિનેશસિંહ ગોહીલ, ભાજપને ૯૬૭, (૩) કલ્‍પેશભાઇ બાલકળષ્‍ણભાઇ હડિયેલ, કોંગ્રેસને ૧૫૨૧, (૪) ધર્મરાજસિંહ મુળરાજસિંહ જાડેજા, કોંગ્રેસને ૧૦૪૫ મતો મળ્‍યા હતા. વોર્ડનં ૪ માં (૧) મેરાજબાનુ એઝાદભાઇ સોલંકી, ભાજપને ૮૬૩, (૨) નીતાબેન સિંધાભાઇ વરુ, ભાજપને ૮૧૭, (૩) સુરેશજતી રેવાજતી ગોસાઇ, ભાજપને ૭૭૨, મો. સલીમ મો. યુસુફભાઇ હાસમાણી, ભાજપને ૭૦૯ મતો મળ્‍યા હતા. વોર્ડનં ૫ માં (૧) ગીતાબેન જીતેન્‍દ્રભાઇ ચૌહાણ, કોંગ્રેસને ૯૬૬, (૨) સહેનાઝબેન સલીમભાઇ નાગાણી, કોંગ્રેસને ૯૫૩, (૩) મહમદઅદનાન અમીનભાઇ ઝન્નર, કોંગ્રેસને ૧૦૯૩, (૪) ફારુકભાઇ અજીજભાઇ વીરાણી, કોંગ્રેસને ૧૦૬૨ મતો મળ્‍યા હતા. જયારે વોર્ડનં ૬માં (૧) તુષારભાઇ કાંતિભાઇ ભાલોડીયા, ભાજપને ૧૦૭૭, (૨) રંજનબેન ગોવિંદભાઇ દલસાણીયા, ભાજપને ૯૩૨, (૩) ભારતીબેન જયસુખભાઇ ગડારા, ભાજપને ૧૨૫૨, (૪) હિતેષભાઇ મનસુખભાઇ ભોજાણી, અપક્ષને ૧૧૦૮ મતો મળ્‍યા હતા.

ધ્રોલ નગરપાલિકામાં સતત ૩ ટર્મથી કોંગ્રેસ માંથી ચુંટણી લડી વિજેતા થતા અને પાલિકાનાં વિરોધપક્ષનાં નેતા રહી ચુકેલા કલ્‍પેશભાઇ હડિયેલ પોતાની ૩જી ટર્મમાં પણ ૬ વોર્ડ માંથી વધુ ૯૦૧ મતની લીડથી ચુંટાઇ આવ્‍યા હતા અનો સૌથી વધુ ૧૫૨૧ મતોથી વિજેતા થયા હતા.

ધ્રોલની પ્રજાએ ભાજપ ઉપર વિશ્વાસ મુકી બહુમતી આપી છે. હજુ વોર્ડનં ૭ની ચુંટણી બાકી છે તેમાં પણ ભાજપ વિજેતા બનશે. ધ્રોલની જનતાનો આભાર પ્રજાનાં કામો અને શહેરનાં વિકાસમાં હંમેશા તત્‍પર રહેશું.

 હિરેનભાઇ કોટેચા, ધ્રોલ, શહેર ભાજપ પ્રમુખ - ધ્રોલ નગરપાલિકાની વરસ ૨૦૨૫ ની ચૂંટણીમાં વોર્ડ નં ૩ કોંગ્રેસના ઉમેદવાર કલ્‍પેશ હડીયલ ૧૫૨૧ મત મળ્‍યા હતા પાલિકાની ચૂંટણીમાં મતગણતરીએ અંતે તેઓને ૯૦૧ મત ની લીડ મળી કલ્‍પેશ હડીયલ સતત ત્રીજી વખત કોંગ્રેસમાંથી જીતી આવ્‍યા છે. ં વોર્ડ નંબર છ ના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર મહામંત્રી હિતેશભાઈ ભોજાણીને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ના મળતા તેઓએ અપક્ષમાં ઝંપલાવી હતી અને તે ૧૧૦૮ મળ્‍યા ભવ્‍ય વિજય થયો હતો

 મોટા માથાઓ ની હાર..

ધ્રોલ શહેર ભાજપ પૂવ ર્ પ્રમુખ સમીરભાઈ શુક્‍લા ની વોર્ડ નંબર ૩ હાર થઈ, વોર્ડ નંબર ૨ માં પૂર્વ નગરપાલિકાના પ્રમુખના પુત્રની હાર, વોર્ડ ૫ માં ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા ના પી.એ જીતુભાઈ શ્રીમાળીના પત્‍નીની હાર, વોર્ડ નં ૪ ભારતીય જનતા પાર્ટીના પીઢ આગેવાન ચંદ્રકાંતભાઈ વલેરાને ટીકીટ ના મળતા બહુજન સમાજ પાર્ટી માં ચુંટણી લડતા તેવો ની પણ હાર થઈ છે, ધ્રોલ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચંદ્રેશભાઇ ભંડેરી ની વોર્ડ નં ૬ માં હારી ગયા.

(1:45 PM IST)