<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

સુરેન્‍દ્રનગરમાં ભોગાવો નદીમાં ડૂબી જવાથી ભાઇ-બહેનના મોત

બ્રાહ્મણ પરિવારે એક સાથે ર સંતાનો ગુમાવતા ઘેરો શોક

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૯: સુરેન્‍દ્રનગરના ભોગાવો નદીમાં ડુબી જવાથી રોહિત વિશાલભાઇ ત્રિવેદી (ઉ.વ. ૧૩) અને ખુશાલી વિશાલભાઇ ત્રિવેદી (ઉ.વ.૧૦) નામના સગા ભાઇ-બહેનના મોત થતા અરેરાટી વ્‍યાપી છે.

માહિતી અનુસાર સુરેન્‍દ્રનગર શહેરના કળષ્‍ણનગર વિસ્‍તારમાંથી ભોગાવો નદી પસાર થઈ રહી છે અને આ ભોગાવવા નદીમાંથી હાલમાં કળષ્‍ણનગર વિસ્‍તારમાં ભાડાના મકાનમાં બ્રાહ્મણ પરિવાર વિશાલભાઈ રહે છે અને આ રોહિતભાઈના પુત્ર અને પુત્રી બંને ભેગા નદીમાં નાહવા માટે પડ્‍યા હોવાની આશંકા સિવાય રહી છે અને બંને પડ્‍યા ત્‍યારે કાદવમાં ખુચી ગયા હોવાની અને તેમના મોત થયા હોવાની પણ વિગતો સામે આવી રહી છે ત્‍યારે તાત્‍કાલિક અસર એ તેમને અને તેમના પરિવારજનોને જાણકારી આપવામાં આવી હતી અને પરિવારજનો પણ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને આ નદીમાં કળષ્‍ણનગર વિસ્‍તારના રહેવાસીઓના મોટી માત્રામાં ટોળેટોળાં ઉંટી પડ્‍યા હતા ત્‍યારે ફાયર ફાઈટર દ્વારા બંનેની ડેડ બોડીને બહાર કાઢવામાં આવી હતી અને ત્‍યારે તેના પિતા વિશાલભાઈ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે આ બંને મારા સંતાનો છે જેમાં રોહિતભાઈ વિશાલભાઈ ત્રિવેદી ઉંમર વર્ષ ૧૩ અને ખુશાલી વિશાલભાઈ ત્રિવેદી ઉંમર વર્ષ ૧૦ હોવાનું તેમણે જણાવ્‍યું હતું અને આ બંને ભાઈ-બહેનના ભોગાવો નદીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્‍યા છે ત્‍યારે કળષ્‍ણનગર વિસ્‍તારમાં તો શોકનો માહોલ થવા જેવા પામ્‍યો છે પરંતુ શહેરીજનોમાં પણ આ વાતની જાણકારી મળતા વાયુવેગે વાત પ્રસરતા સુરેન્‍દ્રનગર શહેરમાં પણ શોકનો માહોલ છવાઈ જવા પામ્‍યો છે અને ત્રિવેદી પરિવાર એ બે સંતાનો એકી સાથે ગુમાવતા ભારે શોક નો માહોલ છવાઈ જવા પામ્‍યો છે

(1:34 PM IST)