<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

અમરેલી પંથકના ૬ ગામોમાં નવા પંચાયત ભવન બનાવવા મંજૂરીઃ કૌશિક વેકરિયા

માલવણ, ચાડિયા, સણોસરા, થોરડી, નાના ગોખરવાડા અને રાંઢિયાનો સમાવેશ

ગાંધીનગર તા. ૧૯ :.. અમરેલી તાલુકાના છ ગામોને નવા પંચાયતભવન  મળશે. નાયબ દંડક કૌશિક વેકરિયાના પ્રયત્‍નોથી દરેક પંચાયતભવન માટે ૨૫ લાખ રૂપિયાની રકમની સૈધાંતિક મંજૂર મળી છે.

    અમરેલી તાલુકાના માલવણ, ચાડિયા, સણોસરા- થોરડી, નાના ગોખરવાળા અને રાંઢીયા વગેરે ગામોમાં ગ્રામ પંચાયતમાં ભવનો ખૂબ  જૂના અને જર્જરિત થઈ ગયા હોય, નવા બનાવવા ખૂબ જ જરૂરી હતું.  ધારાસભ્‍ય શ્રી કૌશિક વેકરિયાએ રજૂઆત કરતા ઉક્‍ત દરેક ગામમાં નવા પંચાયત ભવન બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. જે મુજબ દરેક ગામમાં ૨૫ લાખ રૂપિયાના ખર્ચે નવા પંચાયત ભવન બનશે. આમ કુલ ૧.૫ કરોડના ખર્ચે ઉક્‍ત ગામોમાં નવા પંચાયત ઘરો બનવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરાશે તેમ યાદીમાં જણાવાયું છે.

(12:25 PM IST)