<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

કોડીનારમાં ભાજપના વિજય બાદ જાહેર સભામાં દિનુભાઇ સોલંકીના પ્રહારો

કરોડો રૂપિયાની ૪૦૦ થી ૫૦૦ વિઘા જમીન મુદે કામગીરી થતા ગુસ્‍સો ઠાલવ્‍યાની ભારે ચર્ચા

કોડીનારઃ કોડીનાર નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ૭ વોર્ડની તમામ ૨૮ બેઠકો ઉપર જ્‍વલંત વિજય મેળવતા ભવ્‍ય વિજય સરઘસ બાદ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી એ આક્રમક તેવરમાં વિજયી સભા ગજવી હતી. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ વિજયી સભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી જણાવ્‍યું હતું કે પાલિકામાં કોંગ્રેસ ૩૫ વર્ષથી સત્તાના સપના જોઈ રહી છે, પરંતુ કોંગ્રેસ કોડીનાર ના મિજાજ ને પારખવામાં થાપ ખાઈ છે,કોડીનાર શહેર ને પારખવું એ અઘરા રાજકારણીઓ માટે પણ અઘરું હોવાનું જણાવી કોડીનારની પ્રજાના અમો દિલ વસેલા હોઇયે પ્રજા ખુદ પોતાને પાલિકાનો સભ્‍ય માને છે, કોંગ્રેસ દ્વારા શહેરને ચૂંટણી દરમિયાન કોડીનાર શહેર ને ગુંડાઓ નું શહેર બતાવી શહેર ને બદનામ કરવા કાવતરા રચવા વાળાઓ ની મનોકામના પોલીસ તંત્ર એ પૂરી થવા ન થવા દેતા અને કોડીનારમાં નિષ્‍પક્ષ અને નિર્ભય રીતે ચૂંટણી યોજવા બદલ દિનુભાઈ સોલંકી એ ગીર સોમનાથ એસ.પી.મનોહરસિંહ જાડેજા અને પોલીસ તંત્ર અને મામલતદાર તંત્રનું આભાર વ્‍યક્‍ત કરી કોડીનારની પ્રજાજનોએ શાંત અને ભાઈચારાના શહેર કોડીનાર શહેરને બદનામ કરવા માંગતાં તત્‍વો સામે લોકોએ કચકચાવીને સ્‍વયંભૂ મતદાન કરી જડબાતોડ જવાબ આપ્‍યો હોવાનું જણાવી ગીર સોમનાથ કલેકટર ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા જણાવ્‍યું હતું કે વેરાવળ પાટણમાં થયેલ ડીમોલિશન અંગે કલેકટર વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન થઈ હોય એમાંથી છટકવા માટે કોંગ્રેસ સાથે સાંઠગાંઠ કરી છે. દરમ્‍યાન કરોડો રૂપિયાની ૪૦૦ થી ૫૦૦ વિઘા જમીન મુદે કલેકટર દ્વારા કામગીરી કરાતા આ વસવસો વ્‍યકત કર્યાનું ચર્ચાય છે. (તસ્‍વીર- અહેવાલઃ અશોક પાઠક- કોડીનાર)

(12:23 PM IST)