<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

જસદણ નગરપાલિકાના પ્રમુખ પદે કોણ બિરાજમાન થશે તેની રાજકીય ચર્ચા શરૂ

 

ભાજપને ૨૨, કોંગ્રેસને ૫, અપક્ષને ૧ બેઠક મળીઃ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ ભાજપમાંથી જીત્‍યાઃ રેખાબેન પંકજભાઈ ચાવ અને બીજલ ભેસજાળીયા ચોથી વખત ચૂંટાયા

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા)ખ જસદણ તા. ૧૯ :.. જસદણ નગરપાલિકાની ચૂંટણીની ગઈકાલે મતગણતરી યોજાતા ભાજપને ૨૨, કોંગ્રેસને ૫ તથા અપક્ષને ૧ બેઠક મળતા ભાજપનું શાસન યથાવત રહ્યું છે. જસદણ નગરપાલિકાના પ્રમુખ પદે કોણ બિરાજમાન થશે તેની રાજકીય ચર્ચા શરૂ થઈ છે. જોકે ચૂંટાયેલા સભ્‍યોના  નામ ગેજેટમાં પ્રસિદ્ધ થવાની પ્રક્રિયા તેમજ પ્રમુખ પદની ચૂંટણી માટે સાત દિવસનો સામાન્‍ય સભાના એજન્‍ડા કાઢવા વગેરેની જરૂરી કાર્યવાહી માટે અંદાજે ૨૦ દિવસ જેટલો સમય જાય તેમ છે. આમ છતાં પ્રમુખ પદને લઈને અત્‍યારથી જ રાજકીય દાવ કે શરૂ થઈ ગયા છે. રેખાબેન પંકજભાઈ ચાવ અને બીજલભાઈ ભેસજાળીયા  ચોથી વખત ચૂંટાયા છે.

જસદણ નગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી  ડેપ્‍યુટી કલેકટર આર. આર. ખાંભરાના અધ્‍યક્ષ સ્‍થાને મતગણતરી  યોજાતા વોર્ડ નંબર એકમાં જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન કોંગ્રેસના દિનેશભાઈ મનજીભાઈ હિરપરા, જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ મોહનભાઈ છાયાણી, ભાજપમાંથી નૂતનબેન હરેશભાઈ ઠોળિયા  વિજેતા બન્‍યા છે જ્‍યારે વોર્ડ નંબર એકમાંથી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા બિનહરીફ થયા હતા. વોર્ડ નંબર બે માંથી ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે. વોર્ડ નંબર ૨ માંથી ભાજપના જલ્‍પાબેન દુર્ગેશભાઈ કુબાવત, ભાજપના કાજલબેન પ્રવીણભાઈ ધોળકિયા, ભાજપના બીજલભાઇ પોલાભાઈ ભેસજાળીયા તથા ભાજપના વિરમભાઈ સુરાભાઈ મેવાડા વિજેતા જાહેર થયા છે. વોર્ડ નંબર ત્રણમાં પણ ભાજપની આખી પેનલ વિજેતા થઈ છે. વોર્ડ નંબર ત્રણમાંથી ભાજપના ગભરૂભાઈ ઉનડભાઈ ધાધલ,  જીતેન્‍દ્રભાઈ પ્રાગજીભાઈ છાયાણી, રેખાબેન પંકજભાઈ ચાવ તથા શોભનાબેન જયંતીભાઈ ઢોલરીયા વિજેતા જાહેર થયા છે. વોર્ડ નંબર ચારમાં ભાજપના અસ્‍માબેન રહીમભાઈ પરમાર, રફિકભાઈ અહેમદભાઈ  ગોગદા,  રિદ્ધિબેન દિનેશભાઈ પરમાર તથા હિતેશભાઈ ભાસ્‍કરભાઈ થડેશ્વર વિજેતા જાહેર થયા છે.

વોર્ડ નંબર પાંચમાં ભાજપના રિપલબેન વિશાલભાઈ ભુવા, ભાજપના વર્ષાબેન ભાવેશભાઈ છાયાણી, ભાજપના મુકેશભાઈ ધરમશીભાઈ જાદવ, અને અપક્ષ ઉમેદવાર સુરેશભાઈ નથુભાઈ છાયાણી વિજેતા જાહેર થયા છે. વોર્ડ નંબર છમાં  ભાજપના સોનલબેન તેજસભાઈ વસાણી,  ભાજપના પ્રવીણભાઈ વલ્લભભાઈ ભાયાણી, તથા ભાજપના અશોકભાઈ રાણીગભાઈ ધાધલ વિજેતા જાહેર થયા છે.

વોર્ડ નંબર છ માં ભાજપના કુસુમબેન રાજેશભાઈ દાવડા મતદાન પૂર્વે બિન હરીફ જાહેર થયા હતા. વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસના ઈકબાલભાઈ ગનીભાઈ પરમાર, કોંગ્રેસના ભાનુબેન જીવનભાઈ ઢોલરીયા, કોંગ્રેસના મંજુલાબેન નીતિનભાઈ ચોહલિયા તથા ભાજપના દિપકકુમાર જગુભાઈ ગીડા વિજેતા જાહેર થયા હતા. વોર્ડ નંબર ચારમાં છેલ્લા ૨૫ વર્ષથી કોંગ્રેસ વિજેતા થતું હતું. ૨૫ વર્ષમાં સૌપ્રથમ વખત વોર્ડ નંબર ચારમાં ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે. પ્રથમ અઢી વર્ષનુ પ્રમુખ પદ સામાન્‍ય વ્‍યક્‍તિ માટે છે તેમજ પાછળના અઢી વર્ષનું ઙ્કમુખ પદ સામાન્‍યસ્ત્રી માટે અનામત છે. પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદે મહિલાને બેસાડવામાં આવે છે કે પુરુષને બેસાડવામાં આવે છે ?  કયા સમાજને પ્રમુખ પદ આપવામાં આવે છે ? કારોબારી ચેરમેન પદ કોને આપવામાં આવે છે ? મામા સમિતિ કહી શકાય તેવું  ઉપપ્રમુખ પદ કોને આપવામાં આવે છે ? વગેરે રાજકીય ચર્ચા શરૂ થઈ છે. પ્રમુખ પદ મેળવવા ઈચ્‍છતા કેટલા ઉમેદવારોએ અત્‍યારથી જ તેમના રાજકીય ગોડફાધર ઉપર લોબિંગ કરવાનું શરૂ કરી દીધું છે.

(11:47 AM IST)