તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
કોડીનાર પાલિકા ચુંટણીમાં કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ
તમામ ૨૮ બેઠકો ઉપર ભાજપઃ ૪ બેઠક અગાઉ બિનહરીફ મળી હતીઃ ૩૦ વર્ષથી શાસન યથાવત ભાજપના ૯ મુસ્લિમ ઉમેદવારો પણ જીત્યાઃ કોંગ્રેસે અગાઉની ૪ બેઠકો પણ ગુમાવી

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૧૮: કોડીનાર નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવી છેલ્લા ૩૦ વર્ષ થી ભાજપે કોડીનાર નગરપાલિકામાં પોતાનો દબદબો અને સતા જાળવી રાખવામાં ભવ્ય સફળતા મેળવી હતી, જ્યારે કોંગ્રેસ ખાતું ખોલાવવામાં નિષ્ફળ જતા કોંગ્રેસનો કારમો રકાસ સાથે પરાજય થયો છે.
કોડીનાર નગરપાલિકાનાં ૭ વોર્ડ ની ૨૮ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપની ૪ બેઠકો બિન હરીફ થયા બાદ ૨૪ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના નેતળત્વમાં તમામ ૭ વોર્ડમાં એકતરફી ભવ્ય વિજય મેળવી કોડીનાર નગરપાલિકામાં પોતાનું ૩૦ વર્ષનું એકચક્રી શાસન જાળવી રાખ્યું હતું. કોડીનારની જનતાએ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના નેતળત્વમાં કોડીનાર શહેરમાં થયેલા અવિરત વિકાસના કામોને જોઈ લગભગ એક તરફી મતદાન કરી ભાજપને વિજયી બનાવી કોંગ્રેસને જાકારો આપતા ગઈ ટર્મમાં ૪ બેઠકો મેળવનાર કોંગ્રેસ આ ચૂંટણીમાં ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ નીવડી હતી. કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર ભાજપના ઉમેદવારની નજીક પણ ના પોહચતા અને કોંગ્રેસના તમામ ઉમેદવારો ૩ ડીજીટના આંકડા જ મત મળતાં કોંગ્રેસના અનેક ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થય હતી. જ્યારે આ ચૂંટણીમાં ભાજપ દ્વારા ૯ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારાયા હતા જે તમામ ૯ ઉમેદવારો પણ જંગી બહુમતીથી વિજેતા થયા હતા. મત ગણતરી બાદ ભાજપ દ્વારા વિજય રેલી અને રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય સરઘસ દરમિયાન સોમનાથ મંદિરમાં શીશ ઝુકાવી પાણી દરવાજા ખાતે વિજયી સભા યોજાઈ હતી. સભા બાદ ભાજપના અગ્રણી આગેવાનો પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, શિવાભાઈ સોલંકી સહિત તમામ વિજયી ઉમેદવારોએ કોડીનારમાં કોમીએકતા અને ભાઈચારાના પ્રતિક મોટા પીરની દરગાહમાં સલામી આપી ચાદર ચઢાવી કોમી એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા.
કોડીનાર નગરપાલિકા ચૂંટણીમાં આજે વિજેતા થયેલા ઉમેદવારો અને તેમને મળેલા મતોના આંકડાઓ નીચે મુજબ છે.
વોર્ડ નંબર ૧: વોર્ડ નં.૧ માં ઉમેદવારોને મળેલા મતોઃ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અતુલકુમાર ગંગદેવ ૨૦૬૨, કાંતાબેન જાદવ ૧૮૮૨, રવેસિંહભાઇ ડોડીયા ૧૯૬૨, લલીતાબેન ડોડીયા ૧૮૫૦.
વોર્ડ નં.૨: અસલમ ભાઈ ચોહાણ ૧૫૬૨, પુષ્પાબેન બારડ ૧૭૨૯, મનીષાબેન રાઠોડ ૧૭૬૨, મુકેશભાઈ સાખટ ૧૭૧૪.
વોર્ડ નં.૩: કૈયુમ કાસમ જુણેજા ૨૦૮૧, મ.અનીસ સૈયદ હુસેન કાદરી ૧૮૬૪
વોર્ડ નં.૪: ઇકબાલખાન દાઉદખાન પઠાણ ૧૬૨૦, કોમલબેન નિલેષભાઈ ખીલવાની ૧૫૯૯, દીપક બાલુભાઈ દમણિયા ૧૭૧૭, લાભુબેન ગોપાલભાઈ ચુડાસમા ૧૫૨૯.
વોર્ડ નં.૫: અવેશ અ.રઝાક કાદરી ૨૩૬૬, કવિતાબેન નરેન્દ્રકુમાર જાની ૨૩૩૪, મિસબા માજીદ બેલીમ ૨૧૬૨, વિવેક મનુભાઈ મેર ૧૯૯૫
વોર્ડ નં.૬: અલ્પાબેન મહેશભાઈ કામલીયા ૨૦૦૨, નારણભાઈ પ્રદીપભાઈ ડાભી ૧૯૪૪, ભારતીબેન રાજુભાઈ બાંભણીયા ૧૭૪૯, મનોજકુમાર દાનાભાઈ વાઢેલ ૧૬૭૫.
વોર્ડ નં.૭: પ્રતાપભાઈ હમીરભાઈ સોલંકી ૨૪૩૬, જાવીદભાઈ યુસુફભાઈ જુણેજા ૨૩૮૪.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
