<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

જુનાગઢ મનપામા ભાજપની હેટ્રિક બાદ હવે માટે રાજકીય ગતિવિધિ શરૂ

મહત્‍વનો હોદો મેળવવા વિવિધ સમાજના ઉમેદવારોએ ચોગઠા ગોઠવવાનું કર્યું શરૂ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૯ :..  જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપે પોતાના જ ગઢમાં જીતની હેટ્રિક નોંધાવી છે.  મહાનગરપાલિકાની ૬૦ બેઠકમાંથી ભાજપના ફાળે ૪૮ બેઠક આવી છે. જ્‍યારે કોંગ્રેસે ૧૧ બેઠક પર જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર નવમાં અપક્ષનો વિજય થયો છે. કુલ ૧૫ વોર્ડમાં ૬૦ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

મનપામા ભાજપની હેટ્રિક બાદ હવે માટે રાજકીય ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. મહત્‍વનો હોદો મેળવવા વિવિધ સમાજના ઉમેદવારોએ ચોગઠા ગોઠવવાનું પણ શરૂ કરી દીધું છે. ભાજપનું એક જૂથ પોતાના જ જૂથના વિજેતા ઉમેદવાર મેયર બને એવી, તો બીજી બાજુ ઉપરથી સેટિંગ કરવામાં માહેર વિજેતા ઉમેદવારે અત્‍યારથી જ મેયર બનવાની ગોઠવણ શરૂ કરી દીધી છે.

આ વખતે મહાનગરપાલિકામાં મેયરપદ રોટેશન મુજબ સામાન્‍ય હોવાથી બ્રાહ્મણ, પટેલ, લોહાણા સહિતના અનેક સમાજના ઉમેદવારોએ ચોગઠા ગોઠવવાની શરૂઆત કરી દીધી છે.

ભાજપે સતત ત્રીજીવાર શાસન મેળવવામાં સફળતા મેળવી છે. મેયર તરીકે આરૂઢ થવા માટે લોબિંગ શરૂ થયું છે. સ્‍થાનિક કક્ષાએથી ટિકીટની ફાળવણી નક્કી થઈ ગઈ હતી તેવામાં ઉપરથી ભલામણ આવતા અનેક ડિઝાઈન વિખાઈ ગઈ અને તાત્‍કાલીક નવી ડિઝાઈન બનાવવી પડી હતી. હવે મેયર માટે પણ આવી સ્‍થિતિ આવે તો નવાઈ નહી.

શહેરના વોર્ડ નં. ૧૦ના વિજેતા ઉમેદવાર અને શહેર ભાજપના મહામંત્રી મનન અભાણી, વોર્ડ નં. ૧૧ના ઉમેદવાર શૈલેષ દવે, વોર્ડ નં.૪ના ધર્મેશ પૌશીયા સહિતના અનેક વિજેતા ઉમેદવારો મેયર પદ માટેના દાવેદાર માનવામાં આવે છે. મેયર માટેનું રોટેશન સામાન્‍ય હોવાથીસ્ત્રીને કે અન્‍ય ઓબીસી સહિતના કોઈપણને મેયર શકે તેમ છે. (પ-૧૦)

(11:06 AM IST)