તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
હળવદ પાલિકામાં ૨૭ બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય
૧ બેઠક ઉપર જીત મેળવીને ભારતીબેન દોરાલાએ કોંગ્રેસની લાજ રાખીઃ કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ

(દીપક જાની દ્વારા) હળવદ, તા. ૧૯: હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સાત વોર્ડની ૨૮ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આપ અને બસપાના કુલ ૭૦ ઉમેદવારો ચૂંટણી લડયા હતા. આજે પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપના ૨૭ ઉમેદવારોનો સામે કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો છે. વોર્ડ નં.૧ના ભારતીબેન દોરાલાએ કોંગ્રેસની લાજ રાખી છે. તેઓએ બેઠક જીતીને કોંગ્રેસનો સફાયો થતા બચાવ્યો છે.
વિજેતા ઉમેદવારો
વોર્ડ નંબર-૧
મહેશભાઇ કેશવજીભાઇ કંઝારિયા- ભાજપ, ભરતભાઇ જાલાભાઇ ભરવાડ -ભાજપ, કોમલબેન વિષ્ણુભાઇ મુંધવા - ભાજપ, ભારતીબેન ગોપાલભાઇ દોરાલા - કોંગ્રેસ.
વોર્ડ નંબર-૨
ગીતાબેન જનકભાઇ પંચોલી -ભાજપ, મહેશભાઇ બાવલભાઇ કણઝરીયા -ભાજપ, જાગળતીબેન વિજયકુમાર કણઝરીયા - ભાજપ, ઘનશ્યામભાઇ નથુભાઇ કરોતરા ગોકુલનગર -ભાજપ.
વોર્ડ નંબર-૩
ફોરમબેન વિશાલભાઇ રાવલ -ભાજપ, માયાબેન રાજીવકુમાર ઝાલા - ભાજપ, જીતેન્દ્રભાઇ જગદીશભાઇ રાઠોડ -ભાજપ, રાહુલ રજનીકાન્ત પંડયા - ભાજપ.
વોર્ડ નંબર-૪
કંચનબેન રસીકભાઇ ચાવડા -ભાજપ, ચંદ્રિકાબેન રાજેશભાઇ વાઘ્રોડિયા- ભાજપ, અશોકભાઇ મથુરભાઇ તારબુંદીયા - ભાજપ, સુરેશભાઇ પોપટભાઇ પારેજીયા-ભાજપ.
વોર્ડ નંબર-૫
મીનાબેન મયુરભાઇ ઠાકર -ભાજપ, હર્ષાબેન અશ્વિનભાઇ પટેલ-ભાજપ, ચંદુભાઇ ઠાકરશીભાઇ કણજરીયા-ભાજપ, સતીશભાઇ દારજીભાઇ પટેલ - ભાજપ.
વોર્ડ નંબર-૬
ભરતભાઇ નાનુભાઇ કરોત્રા- ભાજપ, કેયુરભાઇ રતિલાલ લાડાણી - ભાજપ, ઉર્વશીબેન દિલીપભાઇ પંડયા - ભાજપ, ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઇ પરમાર -ભાજપ.
વોર્ડ નંબર-૭
મધુબેન પ્રવિણભાઇ સીતાપરા -ભાજપ, અશ્વિનકુમાર બાબાભાઇ ડાભી - ભાજપ, ગીતાબેન રમેશભાઇ ભરવાડ - ભાજપ, દેવાભાઇ વેલાભાઇ ભરવાડ - ભાજપ.(૬.ર)
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
