<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ધ્રોલના વરરાજા દિવ્‍યેશ ગોસાઈ લગ્ન પહેલા મતદાન કરવા પહોંચ્‍યાઃ અન્‍યોને પણ અચૂક મતદાન કરવા કરી અપીલ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૧૭:  નગરપાલિકાની ચુટણીમા વોર્ડ નં ૩ ના મોરબીનાકા પાસે આવેલા કન્‍યાશાળા ખાતે વરરાજાએ કર્યુ મતદાન.

આજે લગ્ન કરવા જતા પહેલા મતદાન કરવા પહોચ્‍યાં વરરાજા, વોટ આપી ફરજ નિભાવી આજે નગર પાલિકા ની સ્‍થાનિક ચૂંટણી ચાલી રહી છે. ત્‍યારે મતદાનના આ દિવસે જ્‍યાં વરરાજા એ મતદાન બુથ પર પહોચી પોતાની ફરજ નીભાવી.

જામનગર જિલ્લામાં ધ્રોલ નગરપાલિકાની સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થયો છે. વહેલી સવારે ૭ કલાકથી જ મતદારોમાં મતદાન કરવા અંગે અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો, વડીલો તથા મહિલાઓ ઉત્‍સાહભેર મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે ત્‍યારે ધ્રોલના રહેવાસી દિવ્‍યેશ ગોસાઈએ પણ પોતાની જાનમાં જોડાતા પહેલા વહેલી સવારે જ પોતાના પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી લોકોને પણ અચૂક મતદાન કરવા અનુરોધ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.

(10:40 AM IST)