<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

મોરબીના રાજપર (કુ.) ગામે બંદુક સાથે એક ઝડપાયો

 

મોરબી, તા., ૧૪: મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન રાજપર (કુ.) ગામની સીમમાં નાટડાપાટી સીમ વિસ્‍તારમાંથી કરીમભાઈ ફૂલુભાઈ લુણાઈ ને દેશી બનાવટની જામગરી બંદુક નંગ ૧ કીમત રૂ.૨૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સોખડા પાટિયા નજીક કારે મોટર સાઈકલને હડફેટેલેતા બેને ઈજા

મોરબીના સોખડા ગામે રહેતા રવીભાઈ રાજેશભાઈ વિરાણી  એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી અર્તીગા કાર જીજે ૦૩ એનપી ૧૫૪૫ ના ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવી સોખડા પાટિયા થી બહાદુરગઢના પાટિયા વચ્‍ચે અગલ જતા રવિભાઈના મોટર સાઈકલ જીજે ૦૩ એચએલ ૬૨૮૫ ને હડફેટે લેતા રવીભાઈ તથા સાહેદ મનોજભાઈ જેરામભાઈ પાડલીયાને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા

નજરબાગ રેલ્‍વે સ્‍ટેશન સામે વરલીનો જુગાર

મોરબી બી ડીવીજન પોલીસની ટીમે પેટ્રોલીંગમાં હોય દરમિયાન ભડીયાદ રોડ નજરબાગ રેલ્‍વે સ્‍ટેશન સામે જાહેરમાં વરલીનો જુગાર રમતા ઇરફાનભાઇ રફીકભાઇ સમાને રોકડ રકમ રૂા.૧૩પ૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(2:24 PM IST)