News of Friday, 14th February 2025
સાવરકુંડલાના રર ગામોમાં નવી ગ્રામ પંચાયત
(સચિવાલય) ના બિલ્ડીંગ માટે પ.પ૦ કરોડ મંજુર

( ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૪ : સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે સતત કાર્યરત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વધુ એક મોટી સિદ્ધિ હણંરાલ કરી છે. તાલુકાના ૨૨ ગામો જેમ કે રામગઢ, નાના ભમોદ્રા, પીઠવડી, મિતીયાળા, વિજયાનગર, જુનાસાવર, કાનાતળાવ,અભરામપરા, સાકરપરા,જેજાદ,સેંજળ,લુવારા, થોરડી,વિરડી,ધનશ્યામનગર, હિપાવડલી, નાનાજીંજુડા,દેવડ,જીરા,ધજડી, ગોરડકા તથા ઘોબા માં નવા ગ્રામ સચિવાલય બનાવવા માટે સરકારમાંથી કુલ રૂ. ૫.૫૦ કરોડ મંજૂર કરાવવામાં આવ્યા છે.
કસવાલાએ જણાવ્યું હતું કે અનેક ગામોમાં ગ્રામ સચિવાલય જર્જરિત હાલતમાં હતાં. જેના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો.તેથી નવી ગ્રામ સચિવાલય બને તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે રાજ્ય સરકારે તાજેતરમાં આ માટે મંજૂરીની મહોર મારી છે. નવી ગ્રામ સચિવાલય બનવાથી ગામના લોકોને વિવિધ સરકારી કામો માટે સુવિધા મળશે. તેમજ વહીવટી કામગીરી પણ સરળ અને ઝડપી બનશે. ગ્રામ સચિવાલયમાં ગામના લોકોને વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મળશે અને તેઓ યોજનાઓનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત, ગ્રામજનો ગ્રામ રાચિવાદાયમાંથી મહત્વના દરતાવેજો પણ મેળવી શકશે. ગ્રામ રાચિવાલયની સ્થાપનાથી ગ્રામજનોના સમય અને ખર્ચની બચત થશે અને વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવવામાં સરળતા રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સચિવાલયની સ્થાપના કરવામાં આવશે.શ્રી કસવાલાના પ્રયત્નોથી આ મહત્વપૂર્ણ પહેલને મંજૂરી મળી છે, જે ગ્રામ્ય વિકાસમાં એક નવું પરિમાણ ઉમેરશે. સાવરકુંડલા તાલુકાના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ યાદીમાં જણાવ્યું છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
