તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
દશરથસિંહના નિધનથી ક્ષત્રિય સમાજમાં શોકઃ ધ્રોલ વોર્ડ ૭ ની ચુંટણી મોકુફ રહેશે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૧૪: ધ્રોલ નગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ નં. ૭ નાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દશરથસિંહ જે. જાડેજા (ઉ.વ. ૫૧) કાર્યકરો સાથે પોતાનાં ચુંટણી પ્રચારમાં હતા. જે દરમિયાન ધ્રોલની સરકારી હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા. ત્યારે અચાનક ચક્કર આવી ગયા હતા. કાર્યકરો અને સાથે રહેલ લોકોએ પ્રાથમિક સારવાર આપી તુરંત હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમનું અવશાન થયું હતું. તેઓને હૃદયરોગનો હુમલો આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ચુંટણી આડા ૨ દિવસ જ બાકી હોય, લોકચાહના ધરાવનાર દશરથસિંહના અવસાન થતાં તેમના સમર્થકો અને તેમના સમર્થકો અને ક્ષત્રિય સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. જોકે, વોર્ડ નંબર ૭ ની ચુંટણી મુલત્વી રહેશે તેમ જાણવા મળે છે
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
