<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ગોંડલમાં બાયોડીઝલનું વેચાણ કરતો ભરત બકરાણીયા ઝડપાયોઃ રૂા. ૩.૬૦ લાખનો જથ્‍થો સીઝ

ગોંડલ પોલીસે તપાસ હાથ ધરીઃ પાંચ હજાર લીટર બાયોડીઝલનો જથ્‍થો હતો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૧૪: ગોંડલમાં બાયોડીઝલનો કારોબાર બેરોકટોક વગર ચાલી રહ્યોછે. એ નવી વાત નથી. ત્‍યારે તંત્ર દ્વારા દરોડો પાડી બાયોડીઝલ નાં સીઝ કરાયેલા જથ્‍થાનું વેપારી દ્વારા વેંચાણ કરાઇ રહ્યાનું બહાર આવતા તંત્ર દ્વારા ફરી આ જથ્‍થો સીઝ કરી પોલીસ ફરિયાદ થયાની વિગતો સામે આવીછે.

ગોંડલ નાં નેશનલ હાઇવે જામવાડી પાસે કનૈયા હોટલની પાછળ આવેલા રાજલ ટ્રેડર્સ નામની પેઢીનાં માલીક ભરત ભુદરભાઇ બકરાણીયાને અન્ન અને નાગરિક પુરવઠા ટીમ ગાંધીનગર તથા તાલુકા મામલતદાર ડોડીયા એ પાંચ હજાર લીટર બાયોડીઝલ નો જથ્‍થો કિંમત રૂા.૩,૬૦,૦૦૦ સાથે જડપી લઇ કાર્યવાહી કરી હતી. ભરત બકરાણીયા બાયોડીઝલ નો મોટો ધંધાર્થી હોય ગેરકાયદેસર બાયોડીઝલ નાં વેંચાણ અંગે ગત એપ્રિલમાં ગાંધીનગર ની ટીમે જથ્‍થો સીલ કર્યો હતો. તેમ છતા ભરત બકરાણીયા એ કોઈ મંજુરી વગર સીઝ કરાયેલા જથ્‍થાનુ વેચાણ કરતા ગત જુન મહીના માં એસએમસી દ્વારા ફરી જથ્‍થો સીઝ કરી કાર્યવાહી કરાઇ હતી. દરમિયાન ભરત બકરાણીયા દ્વારા તંત્રની ઐસીતૈસી કરી ફરી સીઝ કરાયેલા બાયોડીઝલનું વેંચાણ શરૂ કરતા મામલતદાર અને ગાંધીનગરની ટીમ દ્વારા જથ્‍થો સીઝ કરી તાલુકા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.(

(12:39 PM IST)