<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

રસ્‍તા ઉપર ઉભેલા લોકોને પેસેન્‍જર તરીકે બેસાડી ખિસ્‍સામાંથી રોકડ સેરવી લેતા અમરેલી પંથકના ૪ દેવીપુજકોને ઝડપી લેતી જામનગર પોલીસ

 

(મુકુ઼ંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૪: જામનગર શહેરમાં લાલપુર બાયપાસ પાસે સમાણા જતા. રોડ ઉપર આવેલ પુલ પાસે ૪ દેવીપુજક ઇસમો ચોરી/લૂંટના મુદામાલ સાથે મળી આવતા મજકુર ઇસમો વિરૂધ્‍ધ  કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે પંચ બી ડીવી પોલીસ સ્‍ટેશનને સોપી આપેલ છે

પકડાયેલ આરોપી (૧) ડ્રાઇવર સુનિલભાઈ વિનુભાઈ સોલંકી,  ઉ.વ.૨૩ રહે.મોટા ઉજળાગામ તાલુકો વડીયા  (૨) રોહિત ભુપતભાઈ સોલંકી ઉંમર વર્ષ ૨૪ રહે. રાજુલાગામ એમપી નગર મફતિયા પરા (૩) ધર્મેશ ધીરુભાઈ ગણપતભાઇ ચૌહાણ ઉ.૮.૨૯ રહે. રાજુલા ગામ તત્‍વજયોતી સોસાયટી (૪) અલ્‍પેશ કિશોરભાઈ સોલંકી ઉ.વ.૨૮ રહે. રાજુલા ગામ તત્‍વજયોતી સોસાયટી છે જેઓ પાસેથી  (૧) ૨ોકડા  રૂ.૮૮૦૦/- (૨) સોનાનો ચેઇન જેનો વજન આશરે ૧૯ ગ્રામ ૦૯૦ મીલી ગ્રામ જેની હાલની આશરે કિ. રૂા.૧,૭૦,૦૦૦/- (૩) સફેદ કલરની સેવન સીટર કીયા કાર નં- જી.જે.૧૧ સી.એચ.૩૮૭૪ ની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- મળી  કુલ મુદામાલ કુલ કિ. રૂા. ૯,૭૮,૮૦૦નો કબ્‍જે કરેલ છે.

મજકર ઇસમો દિવસ દરમ્‍યાન હાઇવે રોડ ઉપર કારમા આાફેરા કરી રોડ ઉપર વાહનની સહ જોઈ ઉભા રહેલ પેસેંઝરને કારમાં બેસાડી તેમની પાસેથી પહેરેલ દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી લૂંટ કરે છે.

બે વર્ષ પહેલા કોડીનાર રોડ ઉપર દિવસ દરમ્‍યાન એક ભાઈને કારમાં બેસાડી તેમના ખીસ્‍સામાંથી રૂ.૨૦,૦૦૦, બે ત્રણ માસ પહેલા ધારીથી ચલાલા રોડ ઉપર દિવસ દરમ્‍યાન એક ભાઈને કારમાં બેસાડી તેમના ખીસ્‍સામાથી રૂ.૨,૦૦૦,  બે માસ પહેલા ઉના રોડ ઉપર  ખીસ્‍સામાથી રૂ.૭,૦૦૦, બે માસ પહેલા મહુવાથી તળાજા જતા રોડ ઉપર દિવસ દરમ્‍યાન એક ભાઇને કારમાં બેસાડી તેમના ખીસ્‍સામાંથી રૂ.૧૨,૦૦૦, એક માસ પહેલા ચોટીલા જતા રોડ ઉપર ખીસ્‍સામાથી રૂ.૩૫૦૦ , એક માસ પહેલા જુનાગઢથી જેતપુર જતા રોડ ઉપર દિવસ દરમ્‍યાન એક ભાઈને કારમાં બેસાડી તેમના ખીસ્‍સામાથી રૂ.૫૦૦૦, બે માસ પહેલા દ્વારકાથી ખંભાળીયા જતા રોડ ઉપર  એક ભાઈને કારમાં બેસાડી તેમના ખીસ્‍સામાથી રૂ.૩૫૦૦/- કાઢેલ છે

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ. લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્‍દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મ્‍યુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(2:24 PM IST)