તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
પોરબંદર જિલ્લામાં ભેળસેળયુકત ખોરાક સામે તંત્રનું કડક ચેકિંગઃ ઘી અને સોલ્ટના વધુ ર સેમ્પલ ફેઇલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૪: જિલ્લામાં ભેળસેળયુકત ખોરાક અંગે તંત્ર દ્વારા કડક ચેકિંગ કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં ઘી અને સોલ્ટના વધુ સેમ્પલ નાપાસ જાહેર થયાં છે.
પોરબંદર જિલ્લાનાં નાગરિકોને શુદ્ધ ખાદ્ય પદાર્થો મળી રહે અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થો બનાવતી પેઢીઓ દુકાનો પર વારંવાર ચેકિંગ કરવામાં આવે છે. જે અંતગર્ત પોરબંદર જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જાન્યુઆરી માસમાં ૧૦ સર્વેલન્સ નમૂનાઓ લઈને ટેસ્ટિંગ માટે સેમ્પલ મોકલવામા આવ્યાં છે.જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અગાઉ લેવાયેલ નમૂનાઓના ટોટલ ૯૪ ટેસ્ટ રિપોર્ટ મળ્યાં છે જેમાંથી ૯૨ નમુનાઓ પાસ જાહેર થયાં છે. તેમજ લુઝ ઘી અને આયોડાઈઝડ સોલ્ટનો એમ કુલ ૨ નમૂનાઓ ફૂડ સેફટી એક્ટ પ્રમાણે સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
