<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

દ્વારકાના મુળવાસર ગામના ખુન કેસમાં આરોપીઓને આજીવન કેદ ફટકારતી કોર્ટ

 

(કૌશલ સવજાણી) તા.૧૪: દ્વારકા તાલુકાના મુળવાસર ગામના ખૂનના કેસના આરોપીઓને આજીવન કેદની સજા અને કુલ રૂ.૩૧,૦૦૦/- નો દંડ દ્વારકાની એડી. સેશન્‍સ કોર્ટે ફરમાવેલ હતો.

આ કામના આરોપીએ કરશનભા જેઠાભા ભઠડ, અર્જુનભા કરશનભાઇ ભઠડ, વેજાભા ખેંગારભા ભઠડ, કાંયાભા ઘોઘાભા માણેક રહે. ચારેય મુળવાસર ગામ, તા.દ્વારકા, જી.દેવભુમી દ્વારકા આ કામના ફરીયાદી દેવલબેન વા/ઓ. વેનાભા લખુભા માણેકના ભાણેજ દિનશભા નાગશીભા સુમણીયાને આરોપી નં.૩ વેજાભા ખેંગારભા ભઠડની પત્‍નિ સાથે બોલવા ચાલવા બાબતે તકરાર થયેલ હોય જે અંગે પોલીસ ફરીયાદ થયેલ હોય તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીના ભાણેજ દિનેશભા હાજર હોય જેણે સાંજના ૭ વાગ્‍યાના સુમારે જઇ ત્‍યાં ફરીયાદીના ભાણેજ દિનેશભા હાજર હોય જેણે આરોપીઓને જોઇ જતા રૂમમાં જતા રહેલ તેમ છતાં આરોપીઓએ રૂમમા જઇ અને આરોપીનં.૧ કરશનભા જેઠાભા ભઠડ અને આરોપીનં.ર અર્જુનભા કરશનભા ભઠડ પાસે છરી હોય તે છરી વડે ફરીયાદી તથા દિનેશભાને માર મારેલ તેમાં દિનેશભાના માથાના ભાગે તેમજ છાતીના ભાગે તથા પેટના ભાગે અને વાસામાં તથા પગમાં આડેધડ છરીઓના ઘા મારી અને જીવલેણ ઇજા કરેલ તેમજ આરોપી નં.૩ વેજાભા ખેંગારભા ભઠડ પાસેથી લાકડી અને આરોપીનં.૪ કાંયાભા ઘોઘાભા માણેક પાસે લોખંડનો પાઇપ હોય તેનાથી દિનેશભાઇને માથાના ભાગે તેમજ શરીરે ઘા મારી જીવલેણ ઇજા કરેલ તેમજ તેને બચાવવા સાહેબ લખુભા ગગાભા માણેક તથા સુંદરબેન વા/ઓફ લખુભા માણેક વચ્‍ચે પડતા ેઓને પણ માર મારી ઇજાઓ કરેલ.

 આ સમગ્ર બનાવમાં દિનેશભા નાગશીભા સુમાણીયા મરણ જતા નજરે જોનાર સાહેબ દેવલબેન વા/ઓફ વેજાભા માણેકની ફરીયાદના આધારે આરોપીઓ વિરુધ્‍ધ દ્વારકા પોલીસ સ્‍ટેશનમાં આઇપીસી કલમ ૩૦ર, ૩રપ, ૩ર૪, ૪૪૯, ૧૧૪ તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩પ(૧) મુજબ ગુન્‍હો નોંધાયેલ અને આ અંગેની તપાસ ત.ક.અ.શ્રી વી.વી.વાગડીયાનાઓએ કરેલ અને લાગતા વળગતા સાહેદોના નિવેદનો લીધેલ અને કોર્ટમાં ચાર્જશીટ કરેલ.

ત્‍યાર બાદ આ કેસ એડી.સેસન્‍સ કોર્ટ દ્વારકાના જજ શ્રી કે.જે.મોદીની કોર્ટમાં ચાલવા પર આવેલ અને કુલ ર૬ સાક્ષીઓને તપાસવામાં આવેલ તેમાં ફરીયાદી તેમજ નજરે જોનાર સાહેદ દેવલબેનની લેવાયેલ વિગતવાર જુબાની અને આ કામેના તબીબી સાહેદોની જુબાની અન્‍વયે લંબાણપુર્વકની મુખ્‍ય જીલ્લા સરકારી વકીલ લાખાભાઇ આર.ચાવડાની દલીલો ધ્‍યાને લઇ દ્વારકાના એડી.સેસન્‍સ જજશ્રી કે.જે.મોદી એ આરોપીઓને આઇપીસી કલમ ૩૦ર સાથે વંચાતા કલમ ૧૧૪ હેઠળ તકસીરવાન ઠરાવી આજીવન કેદ (જન્‍મટીપ)ની સજા અને રૂા.૧પ૦૦૦ દંડ તથા આઇપીસી કલમ ૩રપ સાથે વંચાતા કલમ ૧૧૪ હેઠળ તકસીરવાન ઠરાવી ૭ વર્ષની સખત કેદની સજા અને રૂા.પ૦૦૦ દંડ, આઇપીસી કલમ ૩ર૪ સાથે વંચાતા કલમ ૧૧૪ હેઠળ તકસીરવાન ઠરાવી ૩ વર્ષની સખત કેદની સજા અને રૂા.પ૦૦૦ દંડ, આઇપીસી કલમ ૪૪૯ સાથે વંચાતા કલમ ૧૧૪ હેઠળ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂા.પ૦૦૦ દંડ તેમજ જીપીએકટની કલમ ૧૩પ(૧) અન્‍વયે આરોપીઓને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦૦૦ દંડ ફરમાવતો હુકમ કરેલ છે.

(3:54 PM IST)