<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા રવિવારે સમુહલગ્નઃ રકતદાન કેમ્‍પ

સંસ્‍થાના શિલ્‍પી પૂ. ડો. રતિદાદાની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩ :.. અમરેલી જીલ્લાનાં ચલાલામાં આવેલ શ્રી ગાયત્રી સંસ્‍કારધામ ખાતે તા. ૧૬ ને રવિવારે શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ચલાલા દ્વારા ર૧ મો સર્વ જ્ઞાતિય સમુહ લગ્નોત્‍સવ તથા રકતદાન શિબીર સંસ્‍થાના શિલ્‍પી પૂ. ડો. રતિદાદાની આગેવાનીમાં યોજાશે.

જેમાં સવારે પ-૩૦ વાગ્‍યે જાન આગમન,  સવારે ૯-૩૦ વાગ્‍યે હસ્‍ત મેળાપ, સવારે ૧૧ વાગ્‍યે આર્શિવચન, બપોરે ૧ર વાગ્‍યે ભોજન સમારંભ, બપોરે ૧.૪પ વાગ્‍યે કન્‍યા વિદાય થશે.

આ તકે દાતાઓ તરફથી કન્‍યાઓને કરીયાવર અર્પણ કરવામાં આવશે.

એનઆરઆઇ મહેમાનો કનુભાઇ બી. તેજુરી, હંસાબેન કે તેજુરા, ડો. સુધીરભાઇ જે. રૂપારેલીયા, જયોત્‍સનાબેન એસ. રૂપારેલીયા, અરૂણભાઇ જે. રૂપારેલીયા, ઉર્મિલાબેન એ. રૂપારેલીયા, રજનીભાઇ એમ. ઉનડકટ, સ્‍વ. સુરેશભાઇ આર. ખીરોયા, શૈલેષભાઇ રૂપારેલીયા, રેખાબેન એસ. રૂપારેલીયા, તુષારભાઇ બી. રૂપારેલીયા, સીમાબેન ટી. રૂપારેલીયા, દીપુભાઇ બી. રૂપારેલીયા, યાસ્‍મીનબેન ડી. રૂપારેલીયા, પરેશભાઇ આર. મહેતા, અંકિતાબેન પી. મહેતાનો સહયોગ પ્રાપ્ત થયો છે.યુગ નિર્માણ ગાયત્રી ટ્રસ્‍ટ દ્વારા સર્વ જ્ઞાતિય સમુહ લગ્નની ભવ્‍ય તડામાર તૈયારી ગાયત્રી પરિવાર દ્વારા ચાલી રહી છે. પૂ. શ્રી ડો. રતિદાદાના આશીર્વાદ અને સાનિધ્‍યમાં આ સુંદર કાર્ય ભવ્‍ય રીતે સંપન્‍ન થશે. એ માટે ભારત ભૂષણ મહેશભાઇ મહેતા અને આચાર્ય શીતલબેન મહેતા તથા ગાયત્રી સંસ્‍કારધામની સમગ્ર ટીમ અને સમગ્ર ગ્રામજનો તેમજ સાથી મિત્રો દ્વારા ભવ્‍ય રીતે તૈયારીઓ હાથ ધરાય રહી છે

(2:39 PM IST)