તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
ચલાલાના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલનું ઘર એટલે રેડિયો મ્યુઝિયમ જોઇ લ્યો...
આજે વિશ્વ રેડિયો દિવસ ૪૦૦ રેડિયોનો સંગ્રહઃ તમામ રેડિયો ચાલુ હાલતમાં

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૩ ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રેડિયો દિવસ' તરીકે ઊજવવામાં આવે છે. સ્માર્ટ ફોનના યુગમાં આજે પણ આપણો રેડિયો એટલો જ સાંપ્રત છે અને હયાત છે ત્યાં સુધી કે મોબાઈલમાં રેડિયોનો સમાવેશ કરવો પડ્યો એટલી તો એ રેડિયોની મહત્તા છે ‘વિશ્વ રેડિયો દિવસ' ની તવારીખ ચકાસતા જાણવા મળે છે કે, યુનેસ્કો દ્વારા ૧૩ ફેબ્રુઆરી,૨૦૧૨ના રોજ પ્રથમવાર વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે તા.૧૩મી એ સોમવારે જ્યારે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી થશે ત્યારે અમરેલી જિલ્લાના ચલાળા ગામના નિવળત્ત શિક્ષકનો રેડિયો પ્રેમ સૌને પ્રેરણા આપનારો છે. રેડિયો આજે પણ ભૂતકાળ જેટલો સાંપ્રત છે જો કે, હવે રેડિયોનું સ્વરુપ બદલાઈ ગયું છે. એક જમાનામાં વાલ્વવાળો એન્ટેનાથી ચાલતો રેડિયો આજે લોકોના મોબાઈલથી લઈને નાઇટ લેમ્પ સુધી પહોંચી ચૂકયો છે આ સ્થિતિમાં ચલાળાના રેડિયો સંગ્રાહક સુલેમાનભાઈ દલના રેડિયો સંગ્રહ વિશે અને તેમના રેડિયો પ્રેમ વિશે જાણવા જેવું છે સુલેમાનભાઈ દલના ઘરમાં પ્રવેશતા જ ચોતરફ રેડિયો જોવા મળે છે. ઘરના જુદાં-જુદાં ભાગોમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત રેડિયો જ નજરે પડે છે આ તમામ રેડિયો આજે પણ શરુ છે અને ર્વકિંગ કન્ડિશનમાં છે ૭૯ વર્ષીય સુલેમાનભાઈ દલ પાસે વિવિધ કંપનીઓનાં, વિવિધ મિકેનિઝમથી ચાલતા અને વિવિધ પ્રકારના અને આકારના કયાંય જોવા ન મળે તેવાં અતિ દુર્લભ કહી શકાય તેવાં રેડિયો પણ છે આ રેડિયો ફક્ત સંગ્રહ માટે નથી પરંતુ તેની એક એક ઝીણવટભરી બાબતોનો તેઓ અભ્યાસ કરે છે. તેમને રેડિયોના એક- એક પાર્ટ વિશે જાણકારી હોય છે બંધ હાલતમાં મળી આવેલા રેડિયોના અસલ પાર્ટ ગમે ત્યાંથી શોધી અને તેઓ જાતે જ રિપેર કરી તેને શરુ કરે છે.
તેમની પાસે આ પ્રકારના અનેક રેડિયો છે. વર્ષ ૧૯૬૪ માં અમરેલી ખાતે સુલેમાનભાઈ દલ ટેકનિકલનો અભ્યાસ કરવા ગયો ત્યારથી જ મને ઈલેક્ટ્રોનિક ચીજો અને ખાસ કરીને રેડિયોનો શોખ હતો. રેડિયોના વેચાણની દુકાન હતી એટલે રેડિયો સાથે ખૂબ લગાવ હતો. જો કે, રેડિયો સંગ્રહની શરુઆત નોકરીમાંથી નિવળત્તિ બાદ, વર્ષ ૨૦૦૦ થી કરી હતી. આ રેડિયોનો સંગ્રહ કરતા કરતા આજે સુલેમાનભાઈ પાસે વાલ્વવાળા વિવિધ ૯૨ રેડિયો છે જ્યારે ૨૨૨ જેટલા ટ્રાન્ઝિસ્ટર રેડિયો મળીને કુલ ૪૦૦ રેડિયો સંગ્રહમાં છે આ તમામ રેડિયો ર્વકિંગ કન્ડિશનમાં છે સુલેમાનભાઈ એ સંગ્રહમાં રહેલા રેડિયોમાં અનેક બેન્ડવીથ ધરાવતા રેડિયોનો સમાવેશ થાય છે. જેમાં વધુમાં વધુ ૩૨ બેન્ડનો રેડિયો પણ છે. આ રેડિયો સ્ટીમરમાં વપરાતો હોવાનું અનુમાન છે મચ્છુનો ડેમ તૂટવાની ઘટના હોય કે પછી ‘રંગભૂમિના રંગો' નામનો રાજકોટ સ્ટેશનનો યાદગાર કાર્યક્રમ આ તમામ બાબતો સાથે સુલેમાનભાઈ દલની યાદો, રેડિયોના કારણે જ જોડાયેલી છે તેઓ રેડિયોના ચાહક-સાધક અને ‘રેડિયો મેન' છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી રેડિયો ઉપરાંત સુલેમાનભાઈ દલ પાસે જૂની ઈલેટ્રોનિક ચીજો જેમ કે સ્પીકર, રેર ગ્રામોફોન પ્લેયર, ચેન્જર, હાથથી સંચાલિત વીડિયો કેમેરા જેવી કિંમતી ચીજોનો પણ દુર્લભ ખજાનો છે આ ઉપરાંત તેઓ પાસે ફૂલો અને થોરની વિવિધ પ્રજાતિઓનો પણ સંગ્રહ છે પણ રેડિયો સાથે અગાઉ લાગણી ને પ્રેમ છે કે દેશ આઝાદ થયો એ પહેલાના અતિ દુર્લભ ને કયારેય કલ્પના ન હોય એવા રેડિયો જોવા મળી રહ્યા છે.
રેડિયોનો ઈતિહાસ વિશે વાત કરીએ તો આકાશવાણીની માહિતી મુજબ ભારતમાં વર્ષ ૧૯૨૩ માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે' નામનું પહેલું અને ખાનગી રેડિયો દ્વારા પ્રસારકાર્ય શરુ થયું હતું.
તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર ૧૯૨૩ માં ‘કલકત્તા રેડિયો ક્લબ'ની સ્થાપના થઈ. સપ્ટેમ્બર ૧૯૩૫ માં એમ.બી. ગોપાલાસ્વામીએ આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરુ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી ૮ જૂન ૧૯૩૬ ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને આઙ્ઘલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. દેશની આઝાદી પછી પહેલીવાર વર્ષ ૧૯૫૬ માં ‘ઓલ ઇન્ડિયા રેડિયો'નું નામ આકાશવાણી રાખવામાં આવ્યું. ગુજરાત રાજયમાં આઝાદી પહેલાં જ્યારે દેશી રજવાડાંઓનું રાજ હતું ત્યારે સૌ પ્રથમ તત્કાલીન બરોડા સ્ટેટના ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષ ૧૯૩૯ માં રેડિયો સ્ટેશન શરુ કરવામાં આવ્યું હતું, જે આઝાદી બાદ સરકારને સોંપી દેવામાં આવ્યું હતું.
ઈ.સ.૧૯૪૯ માં અમદાવાદમાં રેડિયો સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારે સુલેમાન ભાઈ દલ નો રેડિયો પ્રેમ થકી આજે સુલેમાનભાઈ દલને રેડિયો મેન નું બિરૂદ મળ્યું છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
