<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

ઓખાના ‘અકિલા'ના પત્રકાર અને વ્‍યાપારી અગ્રણી ભરતભાઇ બારાઇનુ અવસાન : કાલે પ્રાર્થના સભા

ઓખા દ્વારકાના મોટા ગજાના રાજકીય અગ્રણી સ્‍વ.મનસુખભાઇ બારાઇના પુત્રના નિધનથી શોક

રાજકોટ ઓખાના ‘અકિલા' પત્રકાર અને વ્‍યાપારી અગ્રણી ભરતભાઇ બારાઇનુ અવસાન  થતા ધેરો શોક છવાયો છે.  કાલે સાંજે રાજકોટ ખાતે પ્રાર્થના સભા રાખેલ છે.

શ્રી ભરતભાઈ મનસુખભાઈ બારાઈ ઉમર ૬૩ (અવધેશ એજન્‍સીસ વાળા)તે સ્‍વ મનસુખભાઈ નરોત્તમદાસ બારાઈ ના પુત્ર, અનુપમ ભાઈ નરોતમદાસ બારાઈના ભત્રીજા, આલાપ તથા મિલી  બારાઈના પિતાશ્રી, સુનિલભાઈ બારાઈ તથા સંજયભાઈ બારાઈના મોટાભાઈનું તારીખ ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના અવસાન થયેલ છે.  સદગત ભરતભાઈનું ચક્ષુદાન તથા ત્‍વચા દાન કરેલ છે. સદગતની પ્રાર્થના સભા તારીખ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ શુક્રવારના સાંજે ચાર થી છ દરમિયાન જન કલ્‍યાણ કોમ્‍યુનિટી હોલ ખાતે રાખેલ છે.

સ્‍વ. ભરતભાઇ બારાઇ ઘણા વર્ષોથી અકિલા સાથે સંકળાયેલ હતા અને બારાઇ પરિવારને ‘અકિલા' પરિવાર સાથે પારિવારીક નાતો હતો. સ્‍વ.ભરતભાઇ બારાઇને ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, ‘અકિલા' વેબ એડીશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સહિત ‘અકિલા' પરિવારે ર મીનીટ મૌન પાળીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.

કોરોનાં સમયે બારાઈ પરિવારે તથા તેમના વિશાળ શુભેચ્‍છકોએ મનસુખભાઇ જેવા મોભી ગુમાવ્‍યા પછી ભરતભાઈ આખા પરિવારની તમામ રીતે સક્રિય જવાબદારી નિભાવતા હતા. ભરતભાઈ બારાઈ ચેનલની શરૂઆતમાં વિવિધ ગુજરાતી ચેનલ સાથે સંકળાયેલા હતા. સૌરાષ્‍ટ્રના પ્રથમ કહી શકાય તેવા રિપોર્ટર હતા. તેમણે ઘણી એકસકલુઝીવ  સ્‍ટોરી આપી હતી. અકિલા સાથેના ત્રણ વર્ષ જૂના સંબંધો અંતર્ગત ઓખાનું રિર્પોટિંગ માનદ પત્રકાર તરીકે સંભાળતા હતા.

રાજકોટ ઓટો મોબાઇલ એસો.સહિત વિવિધ એસો.સાથે સક્રિય રીતે સંકળાયેલ હતા. તેવો પોતાના પિતા જે જે સંસ્‍થા સાથે સ્‍લંગન તેમન  પુત્ર આલાપ સાથે સતત કાળજી રાખતા હતા.        

પૂર્વ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિદ સાથે સ્‍વ.મનસુખભાઇ બારાઇ દ્વારા જે રીતે રામનાથ કોવિદ દ્વારકાના પ્રભારી હતા એ સમયથી  બંધાયેલા સંબંધ અકબંધ  રહેલ. પૂર્વ રાષ્‍ટ્રપતિનાં અંગત વર્તુળો દ્વારા ભરત ભાઈની સારવાર માટે દિલ્‍હી સુધી ભલામણ કરી આપેલ. ભરતભાઈનાં સાળા જાણીતા ગેસ્‍ટોએન્‍ટરો લોજિસ્‍ટ સુનિલભાઈ પોપટ, જાણીતા યુરોલોજિસ્‍ટ સંજયભાઈ પોપટ, પરિવારિક રીતે વર્ષોથી જોડાયેલા જગદીશભાઈ ગણાત્રા, કામનાથ પ્રાઇવેટ લી.નાં ચેરમેન સતત તેમની માંદગી બાદ સાથે રહેલ. સ્‍વ. ની સ્‍મશાન યાત્રામાં વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

ચેનલોની શરૂઆતમાં રીપોર્ટર તરીકે અનેક મહત્‍વની સ્‍ટોરી કરનાર ભરતભાઇ વિવિધ વ્‍યાપારી સંગઠનોમાં સલાહકારની ભુમીકા ભજવતા હતા.

આલાપભાઇ ભરતભાઇ બારાઇ (મો.૯૯૦૪૦ ૦૦૦૦૮) (મો. ૯૮ર૪૦ ૪૧૮૪૯)

(11:26 AM IST)