News of Thursday, 13th February 2025
રાપર નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસી નેતાના ભડકાઉ ભાષણ બાદ કોંગ્રેસના બે ઉમેદવારોએ કર્યા કેસરિયા
વોર્ડ નંબર ૪ ના ૨ ઉમેદવારોનો ભાજપને ટેકો, અગાઉના ૩ ઉમેદવારો સાથે કુલ ૫ નું સમર્થન, હજી ચાર ઉમેદવારો નવાજૂની કરશે?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ઉમેદવાર અનવરશા બાપુ માટે કરાયેલ અપમાનજનક ટિપ્પણી બાદ કચ્છના વાગડ વિસ્તારના રાપર નગરપાલિકાની ચૂંટણીએ રાજકીય ખળભળાટ સર્જ્યો છે. જોકે, કોંગ્રેસી સભ્યોના ભાજપને ટેકો આપવાના નિર્ણય અને ઉમેદવારી પાછી ખેંચવાના કારણે કોંગ્રેસના કયા ઉમેદવારો લડશે અને કયા ઉમેદવારો ટેકો આપી ખસી જશે એની ચર્ચા રસપ્રદ બની રહી છે. તેની વચ્ચે રાપર નગરપાલિકા ના વોર્ડ નંબર ચાર ની એક બેઠક ભાજપે બિનહરીફ મેળવી લીધી છે અને વોર્ડ નંબર ચાર અને સાત મા કોંગ્રેસના ઉમેદવાર એક, એક એમ બે ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે. વોર્ડ નંબર ચાર ના કોગ્રેસ ના ઉમેદવાર જાગૃતિ બેન મુકેશપુરી ગૌસવામી અને રાજેશ બાઉ ડોડીયાએ માજી ગૃહ મંત્રી અને પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા ની હાજરી મા ભાજપ ના ઉમેદવારો ને ટેકો જાહેર કરી કેશરીયા ખેસ ધારણ કર્યો હતો. બે દિવસ અગાઉ રાપર ખાતે કોગ્રેસ ના માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ સ્થાનિક આગેવાનો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેના લીધે કોગ્રેસ માટે નગરપાલિકા જીતવી કઠીન થઈ છે. ત્યાં આજે વધુ બે કોગ્રેસ ના વોર્ડ નંબર ચાર ના કોગ્રેસ ના ઉમેદવારો એ ભાજપ ના ઉમેદવારો ને ટેકો જાહેર કર્યો હતો. અગાઉ ત્રણ અને હવે બે કુલ પાંચ ઉમેદવારોએ મતદાન પહેલાં જ ભાજપને ટેકો જાહેર કરી દેતા કોગ્રેસ માટે ચૂંટણી જીતવી મુશ્કેલ બની છે. રાજકીય વર્તુળોની ચર્ચા મુજબ આગામી દિવસોમાં વધુ કોગ્રેસ ના વધુ ચાર જેટલા ઉમેદવારો ભાજપ ને ટેકો આપે તેવી શક્યતા છે. આમ હવે ભચાઉ ની જેમ જ કોંગ્રેસ રાપર નગરપાલિકા મતદાન પહેલા જ ગુમાવી દે તેવી શક્યતા છે. આજે કોગ્રેસ ના વોર્ડ નંબર ચાર ના ઉમેદવારો એ ભાજપ ના ઉમેદવારો ને ટેકો જાહેર કરી ભાજપ મા જોડાયા તે સમયે માજી ગૃહ મંત્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા સાથે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
