તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
અમરેલી જિલ્લામાં ભાજપના ૩ બળવાખોર હોદ્દેદારોને કરાયા સસ્પેન્ડ
પ્રદેશ ભાજપ નેતાગીરીએ બળવાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીઃસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક લોકોને ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ

અમરેલી,તા.૧૨
ગુજરાતમાં અમરેલી જિલ્લામાં ભાજપના ૩ બળવાખોર હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા છે. ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં પ્રચાર ચાલી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક લોકોને ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ થયા હતા અને ભાજપના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જેના પગલે ભાજપ એક્શન મોડમાં આવ્યું છે.
અમરેલી જિલ્લામાં પાર્ટી વિરુદ્ધ ઉમેદવારી અને પ્રચાર કરવા બદલ ભાજપના ૩ હોદ્દેદારોને સસ્પેન્ડ આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. ટિકિટ ન મળતાં ભાજપમાં અસંતોષનો ચરુ ઊકળ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક લોકોને ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ થયા હતા. જેથી તેમણે અથવા તેમના પરિજનોએ અન્ય પક્ષ અથવા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.
રાજકીય સ્થિતિ બેકાબુ બનતા જ પ્રદેશ ભાજપ નેતાગીરીએ બળવાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. જેમાં અમરેલી જિલ્લામાં ભાજપના ૩ હોદ્દેદારો હિરેનભાઈ પાડા (જિલ્લા ભાજપ યુવા ઉપપ્રમુખ લાઠી), કલ્પેશભાઈ મેતલીયા (પૂર્વ નગર સેવક ભાજપ લાઠી) , હરેશભાઈ ગોહિલ (સક્રિય કાર્યકર્તા રાજુલા) પાર્ટી વિરુદ્ધ ઉમેદવારી અને પ્રચાર કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
