<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

ગીર સોમનાથ જીલ્લામાં ૯૧ કર્મચારી દંડાયા

 

(દિપક કકકડ દ્વારા) વેરાવળ  તા. ૧૨: વેરાવળઃ જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા  પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબ  ડ્રાઇવ અંગે ગીર સોમનાથ જીલ્લામાં આવેલ તમામ વિવિધ સરકારી કચેરીઓ તથા પોલીસ સ્‍ટેશનના જવા આવવાના રોડ પર વાહન ચેકીંગ કરવા સુચના કરેલ હોય ,જીલ્લાના તમામ પોલીસ સ્‍ટેશનો દ્વારા ગીર સોમનાથ જીલ્લાની તમામ સરકારી કચેરીઓ તથા પો.સ્‍ટે.ના ગેઇટ પર વાહન ચેકીંગ દરમ્‍યાન કચેરીમા આવતા સરકારી અધિકારી કર્મચારીઓના વાહનોનું ચેકીંગ કરી હેલ્‍મેટ/સીટ બેલ્‍ટ/લાયસન્‍સ કાગળો વગર વાહન ચલાવતા ચાલકોને સ્‍થળ પર દંડ કરી કુલ-૯૧ સરકારી અધિકારી/કર્મચારી/વાહન ચાલકોને દંડાત્‍મક કાર્યવાહી કરી કુલ રૂપિયા ૪૫,૫૦૦નો દંડ વસુલ કરવામા આવેલ છે.

(1:56 PM IST)