<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

આટકોટ બાદ જસદણમાં સ્‍ટેટ વિજીલન્‍સ ત્રાટકી લાખોનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો

ટ્રકમાં દવા અને બ્‍લેડના બોકસના આડ હેઠળ વિદેશી દારૂનો જથ્‍થો લઇ જવાતો'તોઃ ડ્રાઇવર-કલીનરની ધરપકડ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧ર : જસદણ બાયપાસ રોડ ઉપરથી આજે વ્‍હેલી સવારે સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ટ્રકમાં દવા અને બ્‍લેડના બોકસની આડમાં લઇ જવાતા અંદાજે પ૦૦ થી ૬૦૦ પેટી વિદેશી દારૂ ઝડપી પાડી ટ્રક તેમજ ડ્રાઇવર કંડકટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ચોક્કસ બાતમીના આધારે સ્‍ટેટ મોનીટરીંગ સેલને મળેલ ચોક્કસ બાતમીના આધારે જસદણ બાયપાસ રોડ ઉપરથી પસાર થતા ટ્રક નં. એચપી ૬પ પ૯૩૩ ને અટકાવી તપાસ કરતા બ્‍લેડ અને બીજી દવાના બોકસની આડમાં  વચ્‍ચે છુપાવેલ વિદેશી દારૂની આશરે પ૦ઢ થી ૬૦૦ પેટી દારૂ ઝડપી પાડયો હતો. જો કે હજુ કેટલો દારૂ છે તેની ગણતરી ચાલુ હોય ચોક્કસ આંકડો બહાર નથી આવ્‍યો પરંતુ સાથે રહેલા પોલિસ સ્‍ટાફના જણાવ્‍યા મુજબ પ૦૦ થી ૬૦૦ પેટી વિદેશી દારૂ હોવાનું પ્રાથમિક અંદાજ છે.  ડ્રાઇવર કંડકટરની પણ ધરપકડ કરી લેવામાં આવી હોય આ દારૂ કયાંથી લવાયો હતો અને કયા લઇ જવાનો હતો તે અંગે બંનેની કડક પુછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે હજુ પંદર દિવસ પહેલા આટકોટ પાસેથી સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ૧ કરોડનો દારૂ ઝડપી પાડવામાં આવ્‍યો હતો ત્‍યારે ટુંકાગાળામાં જ આટકોટથી માત્ર સાત કિ. મી. દુર જસદણમાંથી આજે ફરી સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોટા પ્રમાણમાં દારૂનો જથ્‍થો ઝડપી પાડતા જસદણ તેમજ આટકોટ પોલીસને એસ. એમ. સી. એ ઉંઘતી ઝડપી પાડી છે.

આ બનાવની ધોરણસર ફરીયાદ જસદણ પોલીસમાં આ લખાય છે ત્‍યારે દારૂની કેટલી પેટી છે, કેટલા નંગ છે, કઇ બ્રાન્‍ડનો દારૂ છે. તેની ગણતરી બાદ ફરીયાદ દાખલ કરવામાં આવશે.

(1:40 PM IST)