News of Wednesday, 12th February 2025
પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાનનો લાભ લેતા કિંજલ કારસરીયા

જામનગર : ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં માઘપૂર્ણિમા નિમિત્તે અમળત તાાન માટે દેશ વિદેશમાંથી ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસોથી સંગમ ઘાટે સનાતનીઓનું ત્રિવેણી સંગમમાં સંગમ થતું જોવા મળી રહ્યું છે અને હૈયે હૈયું દળાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તમામ સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને વધુ ભાવિકોની ભીડને પહોંચી વળવા હાલ ૩૦૦ કિલોમીટર દૂર આવી રહેલા વાહનોને થંભાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રેન વ્યવહાર પણ સમય કરતા વહેલો મોડો થઈ રહ્યો છે. પરંતુ ટ્રેન વ્યવહાર કે અન્ય હવાઈ માર્ગે પરિવહન કરી રહેલી ફલાઈટોને રોકવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પ્રયાગરાજના મહાકુંભમાં શ્રદ્ધાથી ભાવિકો તાાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તસ્વીર જામનગરના ‘અકિલા' નાં ફોટોગ્રાફર કિંજલભાઈ કારસરીયા પ્રયાગરાજના દર્શન કરવા ગયા છે ત્યાંથી મોકલાવેલી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
