<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

ભાયાવદરના જુના કેરાળા ગામેથી રૂરલ એલસીબીએ રાજકોટના બુટલેગરનો ૧૪.૩પ લાખનો દારૂ ઝડપી લીધો

વિદેશી દારૂની બોટલ ૩૭૦૦, બિયર નંગ રર૩૦ તથા વાહન મળી ૧૭.૯૭ લાખનો મુદામાલ કબ્‍જેઃ રાજકોટના ધવલ, હાર્દીક સહીતનાની શોધખોળ

તસ્‍વીરમાં પકડાયેલ દારૂનો જથ્‍થો અને વાહન નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૧: ભાયાવદરના જુના કેરાળા ગામે રુરલ એલસીબીએ દરોડો પાડી રાજકોટના બુટલેગરનો ૧૪.૩પ લાખનો દારૂ અને બિયરનો જથ્‍થો ઝડપી લઇ રાજકોટના બુટલેગર સહીતનાની શોધખોળ હાથ ધરાઇ છે.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ એ પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ શોધી કાઢવા આપેલ સુચના અન્‍વયે એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્‍સ. એચ.સી.ગોહીલના માર્ગદર્શન હેઠળ એલસીબીના માણસો કાર્યરત હતા એ દરમ્‍યાન પો.હેડ કોન્‍સ. શકિતસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા તથા કૌશીકભાઇ જોષીને મળેલ સંયુકત હકીકત આધારે ભાયાવદર પો.સ્‍ટે.ના તાબા હેઠળના જુના કેરાળા ગામે રહેણાં મકાનમાં રેઇડ કરી ૧૪.૩પ લાખનો દારૂનો જથ્‍થો ઝડપી લીધો હતો.

રૂરલ એલસીબીએ વિદેશી દારૂની બોટલ નંગ ૩૭૦૦ કિ. ૧ર.૧ર લાખ તથા બિયર નંગ રર૩૦ કિ.ર.ર૩ લાખ અને વાહન સહીત ૧૭.૮૭ લાખનો મુદામાલ કબ્‍જે કરી આ દારૂના જથ્‍થો રાજકોટના નામચીન બુટલેગર ધવલ રસીકભાઇ સાવલીયાએ મંગાવ્‍યો હોવાનું અને તેના નામે ભાડા કરાર કરાવ્‍યો હોવાનું પોલીસે જણાવ્‍યું હતું. રૂરલ એલસીબીએ ધવલ સાવલીયા, હાર્દીક અશોકભાઇ જોગરાજીયા રે. આજી ડેમ ચોકડી પાસે રાજકોટ તથા અશોક ફોર વ્‍હીલ નં. જીજે ૧ર ટી ૩૮૯૩ના ચાલક અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુન્‍હો દાખલ કરી તમામની શોધખોળ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના વી.વી.ઓડેદરા, એએસઆઇ બાલકૃષ્‍ણ ત્રિવેદી, અનિલભાઇ બડદોકીયા, પો.હેડ કોન્‍સ. શકિતસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા તથા કૌશીકભાઇ જોષી, દીવ્‍યેશભાઇ સુવા, નીલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમાર તથા ડ્રા. પો.કોન્‍સ. અબ્‍દુલભાઇ શેખ જોડાયા હતા.

(12:01 PM IST)