<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

સાવરકુંડલાના વંડામાં શિક્ષક બન્યો નરાધમ : વિદ્યાર્થીને માર મારીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

શિક્ષક રમેશ વીરા ભાલીયાએ પાંચ વખત કૃત્ય કરતા પોલીસ ફરિયાદ બાદ તેને ઝડપી લેવા પોલીસ ટીમો દ્વારા શોધખોળ

 (અરવિંદ નિમૅળ દ્વારા)અમરેલી તા.૧૨ :  સાવરકુંડલાના વંડામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારી શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ફિટકારની લાગણી વરસી રહી છે.

        આ બનાવની વિગતો એવી છે કે સાવરકુંડલા પંથકના વંડા ગામે આવેલી સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત જી.એમ. બિલખીયા પ્રાથમિક શાળામાં જેસર તાલુકાના ઈટીયા ગામના  ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેની શાળાનો જ શિક્ષક રમેશ વીરા ભાલીયા ગત  રાત્રિના જમીને તેના રૂમમાં રાખેલ ચાર્જર લેવા મોકલી પાછળ જઈ દરવાજો બંધ કરીને ઝાપટ મારીને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અલગ અલગ સમયે પાંચ વાર કરીને શિક્ષણ જગતને લાંછન લગાવતા ફરિયાદ સાવરકુંડલા પોલીસ મથકમાં નોંધાતા તાલુકા પોલીસે ગુનો નોંધી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી હતી 

(2:26 PM IST)